ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી

ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી

ચેન્નાઈમાં પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તમિલનાડુ સરકારે એક વિશેષ પગલુ ભર્યુ છે. પાણીની 50 વેગન ટ્રેન ચેન્નાઈ પહોંચી ગઈ છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 50 વેગન ટ્રેન રાજધાની પહોંચી જશે. શહેરમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે એક વેગનમાં લગભગ 50 હજાર લીટર […]

Kunjan Shukal

| Edited By: TV9 Webdesk11

Jul 13, 2019 | 11:09 AM

ચેન્નાઈમાં પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તમિલનાડુ સરકારે એક વિશેષ પગલુ ભર્યુ છે. પાણીની 50 વેગન ટ્રેન ચેન્નાઈ પહોંચી ગઈ છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 50 વેગન ટ્રેન રાજધાની પહોંચી જશે. શહેરમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે એક વેગનમાં લગભગ 50 હજાર લીટર પાણી રાખવાની ક્ષમતા છે.

ટ્રેનને જોલારપેટ્ટઈ સ્ટેશનથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. તે સિવાય તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ રાજ્ય સરકારની યોજનાઓની જાહેરાત કરતા કહ્યું હતું કે ચેન્નાઈની પાણીની સમસ્યાને હલ કરવા માટે દરરોજ જોલારપેટ્ટઈથી રેલવે દ્વારા 10 મિલિયન લીટર પાણીનું પરિવહન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના માટે 65 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાલમાં ચેન્નાઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાઈ અને સીવરેજ બોર્ડ પાણી માટે કામ કરી રહ્યા છે. રાજધાનીમાં લગભગ 525 મિલિયન લીટર પાણી પ્રતિ દિવસ પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલમાં ચેન્નાઈ ભયાનક પાણીના સંકટથી પસાર થઈ રહ્યું છે. ચેન્નાઈમાં ભૂગર્ભ જળની સપાટી ખત્મ થતી જાય છે. જેનાથી પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચેન્નાઈમાં પાણીની સમસ્યાની હાલત એવી છે કે સ્થાનિક લોકોને તેમના રોજિંદા કામ માટે પાણીના ખાનગી ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. આ ખાનગી ટેન્કરો બે ઘણા પૈસા લઈને પાણી આપે છે. ખાનગી પાણીના ટેન્કર વાળા લોકોનું કહેવું છે કે પૈસા બે ઘણા થાય છે કારણ કે પાણી ભરવા માટે તેમને દુર દુર સુધી જવુ પડે છે.

 

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: પાવાગઠ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થતાં ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ VIDEO

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati