છેલ્લી પાયરી એ ચીન બેઠું, શાંતિ વાર્તા વચ્ચે ઢોર ચરાવવા વાળાની ઓથમાં ઘૂસણખોરી, લદ્દાખના લોકોએ ખોલ્યા ચીનના કાળા કારનામા

છેલ્લા એક મહિનાથી પૂર્વ લદ્દાખમાં જે રીતે ભારત અને ચીની સૈનિકો વચ્ચે સીમા પર ગજગ્રાહ ચાલી રહ્યો છે તે શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જાય કદાચ તેમાં ચીનને કોઈ રસ નથી લાગી રહ્યો. વારેવારે જાત બતાવતા રહેતા ચીનની વધુ એક ખંધાઈ સામે આવી છે.ચીન ભારતીય સેના સાથે શાંતિ વાર્તા કરે છે અને બીજી તરફ તે ઢોરો ચરાવવા […]

છેલ્લી પાયરી એ ચીન બેઠું, શાંતિ વાર્તા વચ્ચે ઢોર ચરાવવા વાળાની ઓથમાં ઘૂસણખોરી, લદ્દાખના લોકોએ ખોલ્યા ચીનના કાળા કારનામા
Follow Us:
| Updated on: Jun 08, 2020 | 7:31 AM

છેલ્લા એક મહિનાથી પૂર્વ લદ્દાખમાં જે રીતે ભારત અને ચીની સૈનિકો વચ્ચે સીમા પર ગજગ્રાહ ચાલી રહ્યો છે તે શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જાય કદાચ તેમાં ચીનને કોઈ રસ નથી લાગી રહ્યો. વારેવારે જાત બતાવતા રહેતા ચીનની વધુ એક ખંધાઈ સામે આવી છે.ચીન ભારતીય સેના સાથે શાંતિ વાર્તા કરે છે અને બીજી તરફ તે ઢોરો ચરાવવા વાળાઓને ઢાલ બનાવીને ભારતની સીમાંમાં ઘૂસણખોરી કરી રહ્યું છે.ચીનની આ હલકટાઈને લદ્દાખનાંજ સ્થાનિક લોકો એ ખુલ્લી પાડી છે.

પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વચ્ચે સ્થાનિક લોકોને થોડી આશા બંધાઈ હતી કેમકે શનિવારે મોલદો ખાતે બોર્ડર પર્સનલ મિટિંગ પોઈન્ટ પર ટોપ ઓફિસરો વચ્ચે વાત થઈ હતી અને તેમાં બતાવાઈ રહ્યું હતું કે વાર્તા સફળ રહી હતી. આ સમાચારને સાંભળવા માટે ગ્રામજનો એ આખો દિવસની રાહ જોઈ હતી, સરહદથી બિલકુલ નજીકનો વિસ્તાર હોવાનાં કારણે મોબાઈલ સિગ્નલની સમસ્યા હંમેશા આ વિસ્તારમાં રહે છે જેથી રેડીયો પર જ ગ્રામજનો એ સમાચાર સાંભળ્યા.

લદ્દાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદ લેહના ચુશુલ વિસ્તારનાં એક્ઝીક્યુટીવ કાઉન્સીલર કુનચોક સ્ટેજીન એ કહ્યું કે બે ડઝન કરતા વધારે ગામડાની આબાદી માટે આ બેઠક ઘણી અગત્યતા ધરાવે છે, કેમ કે આ ગામડાઓનાં જીવનનું નિર્વાહ માત્ર પશુપાલન પર જ નિર્ભર છે. ઠંડીમાં ઢોરોને ચરાવવા માટેનું મોટું મેદાન LAC પર છે, ચીન સાથેના તણાવને લઈને ગ્રામજનોમાં બીક જરૂર છે પણ તે હવે તેનો હલ નિકળશે તેમ માની રહ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

LAC પર ચીનની ચાલાકી સ્થાનિક ગ્રામજનોથી છુપી નથી, લદ્દાખ બુધ્ધીસ્ટ એસોસિએશનના ઉપાધ્યક્ષ રિંચન નામગ્યાલ અને અંજુમન ઈમામિયા લેહના અધ્યક્ષ અશરફ અલી કહે છે કે LAC પર ભારત તરફના ઢોર ચરાવવા વાળાઓ પર પ્રતિબંધ છે, જ્યારે કે ચીન પોતાની સીમા તરફના ઢોરો ચરાવવા વાળાઓને જમીન પર કબજો કરી લેવા માટે આગળ ધકેલતું રહે છે. અન્ય લોકો પણ વાતમાં સૂર પુરાવતા કહે છે કે ડેમચૌકના દુમચેલે વિસ્તાર ઢોર ચરાવવા માટેનો ચુસુલ અને તેના આસપાસના વિસ્તારનો સૌથી મોટો વિસ્તાર છે. હવે ચીનની સેનાના આવી જવાના કારણે તે બંધ થઈ ગયો છે. આજ રીતે LACના અન્ય વિસ્તારો પણ છે કે જ્યાં ચીને પહેલા તેના ઢોર ચરાવવા વાળાઓને મોકલી આપ્યા અને બાદમાં તેની સેનાને પેટ્રોલીંગ પર લગાડી દીધી જેથી કરીને તેના પર પોતાનો હક બતાવી શકે . ચીનની આ ચાલાકી વચ્ચે લદ્દાખનાં પણ ઢોરો ચરાવવા વાળાઓની ગતિવિધિઓને ભારત તરફ થી કઈ રીતે વધારી શકાય તે અંગે વિચારવાનો સમય આવી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">