કુનોના વાતાવરણને અનુકૂલન કરવાની કોશિશ કરી રહ્યા છે ચિત્તા, નવા રહેઠાણને જોતા જોવા મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) આઠ ચિત્તા છોડ્યા હતા. આ ચિત્તા નામીબિયાથી લાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ નર ચિત્તા અને પાંચ માદાનો સમાવેશ થાય છે.

કુનોના વાતાવરણને અનુકૂલન કરવાની કોશિશ કરી રહ્યા છે ચિત્તા, નવા રહેઠાણને જોતા જોવા મળ્યા
Cheetahs in Kuno National Park
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 10:25 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) આઠ ચિત્તા (Cheetah) છોડ્યા હતા. આ ચિત્તા નામીબિયાથી લાવવામાં આવ્યા છે. તેમાં ત્રણ નર ચિત્તા અને પાંચ માદાનો સમાવેશ થાય છે. આઠ ચિતાઓ રવિવારે પાર્કમાં મોટાભાગના સમય માટે પોતપોતાના ખાસ વિસ્તારમાં ફરતા અને આરામ કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે કે તે ધીમે ધીમે તેના નવા વાતાવરણમાં અનુકૂળ થઈ રહ્યો છે. ચિત્તાઓની દેખરેખ અને અભ્યાસ કરતા નિષ્ણાતોએ જણાવ્યું કે આ તમામ ચિત્તાઓ તેમના નવા રહેઠાણને ખૂબ જ ધ્યાનથી જોતા રહ્યા અને સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા હતા. તેમને કહ્યું કે આ તમામને એક મહિના માટે ખાસ વિસ્તારમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામ ચિત્તાઓએ પણ આજે બંધમાં રાખેલ પાણી પીધું હતું. ભારત અને નામિબિયાના પશુચિકિત્સકો અને નિષ્ણાતો તેમના પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ચિત્તાઓને આપવામાં આવશે ભેંસનું માંસ

નિષ્ણાતોએ કહ્યું કે તેઓ એક મહિના સુધી ચાલતા આઈસોલેશનના સમયગાળા દરમિયાન તેમને ભેંસનું માંસ આપવા પર કામ કરી રહ્યા છે. કુનો નેશનલ પાર્કના સંચાલક ઉત્તમ કુમાર શર્માએ કહ્યું કે લોકો માને છે કે ચિત્તા ત્રણ દિવસ પછી ખાય છે. એકવાર તે શિકાર કરે છે અને તેને ખાધા પછી ત્રણ દિવસ પછી ચિત્તા તેને ફરીથી ખાય છે. ચિત્તા રોજ ખાતા નથી. બે દિવસ પહેલા નામિબિયાથી ભારત જતા પહેલા તેને ભેંસનું માંસ આપવામાં આવ્યું હતું.

ચિત્તાઓ તેમના નવા વાતાવરણને જાણવાની કોશિશ કરે છે

કુનો નેશનલ પાર્કના સંચાલક ઉત્તમ કુમાર શર્માએ કહ્યું કે તેમને આજે ભોજન આપવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગઈકાલે ચિત્તાઓ ડરી ગયા હતા, હવે તેઓ કેવી રીતે છે, તેના પર ઉત્તમ કુમાર શર્માએ કહ્યું કે હવે ચિત્તા સક્રિય છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ પોતાની દિનચર્યા કરતા રહે છે. તેઓ અહીં અને ત્યાં ફરે છે, બેસીને પાણી પીવે છે. તેમને કહ્યું કે ચિત્તાઓ તેમના નવા વાતાવરણને જાણવાની કોશિશ કરી રહ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

નામ બદલવા પર નથી વિચાર

કુનો નેશનલ પાર્કના સંચાલક ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું કે આ ચિત્તાઓને નામીબિયા તરફથી નામ આપવામાં આવ્યા છે અને અમે તેમના નામ બદલ્યા નથી. અત્યારે અમે તેનું નામ બદલવાનું વિચારી રહ્યા નથી. નામીબિયાથી વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવેલા આ આઠ ચિત્તાઓને 17 સપ્ટેમ્બરે સવારે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા, ત્યારથી આ પાર્ક વિશ્વભરમાં ચર્ચામાં રહ્યું છે.

પાંચ માદા અને ત્રણ નર ચિત્તા

આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ 1952માં ભારતમાં ચિત્તાઓની લુપ્ત થઈ ગયેલી વસ્તીને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે પાર્કમાં ચિત્તાઓને ખાસ વિસ્તારમાં છોડી દીધા હતા અને તે સમયે તેઓ હેરાન જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં તેઓ ખસેડવા લાગ્યા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">