ચીટર ચીનની કંપની ટીકટોકની દયનીય સ્થિતિ, સુપ્રીમમાં કેસ લડવા ભટકી રહ્યા છે પણ નથી તૈયાર કોઈ વકીલ, મુકુલ રોહતગી બાદ અભિષેક મનુ સંધવીની પણ ના

ચીટર ચીનની કંપની ટીકટોકની દયનીય સ્થિતિ, સુપ્રીમમાં કેસ લડવા ભટકી રહ્યા છે પણ નથી તૈયાર કોઈ વકીલ, મુકુલ રોહતગી બાદ અભિષેક મનુ સંધવીની પણ ના
http://tv9gujarati.in/cheater-chin-ni-…nu-sanghvi-ni-na/

ભારત અને ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે બેન કરેલી 59 ચાઈનીઝ મોબાઈલ એપ્લિક્શન બાદ ચીની આકાઓમાં અકળામણ વધી ગઈ છે. ભારત સરકારે લગાડેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવા ટીકટોક યોજના બનાવી રહી છે પરંતુ તેનો કેસ લડવા માટે કોઈ તૈયાર નથી. પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી પછી સિનિયર એડવોકેટ અને કોંગ્રેસનાં નેતા અભિષેક મનુ […]

Pinak Shukla

|

Jul 02, 2020 | 8:28 AM

ભારત અને ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે બેન કરેલી 59 ચાઈનીઝ મોબાઈલ એપ્લિક્શન બાદ ચીની આકાઓમાં અકળામણ વધી ગઈ છે. ભારત સરકારે લગાડેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવા ટીકટોક યોજના બનાવી રહી છે પરંતુ તેનો કેસ લડવા માટે કોઈ તૈયાર નથી. પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી પછી સિનિયર એડવોકેટ અને કોંગ્રેસનાં નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ સુપ્રીમ કોર્ટમાં ટીકટોક માટે કેસ લડવા ના પાડી દીધી છે.

              સિનિયર એડવોકેટ સિંઘવીએ કહ્યું કે હું સુપ્રીમમાં ટીકટોક માટે કેસ નહી લડું. સુપ્રીમમાં 1 વર્ષ પહેલા ટીકટોક માટે મે કેસ લડ્યો પણ હતો અને જીત્યો પણ હતો જો કે હવે હું તેનાં માટે કેસ લડવા નથી માંગતો. આ પહેલા પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પણ ટીકટોક માટે કેસ લડવાની નાં પાડી દીધી છે. આ મુદ્દે વરીષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ કહ્યું કે આ જગ્યા પર પ્રોફેશનલ અને નેશનલ ડ્યૂટી વચ્ચે દુવિધાભરી સ્થિતિ છે એટલે મુકુલ રોહતગીની જગ્યા પર હું હોત તો પણ આ જ નિર્ણય લેતે. તેમણે એ પણ કહ્યું કે આ સાચું છે કે આગળ મે અનેકવાર પોતાના દિલની સાંભળીને પ્રોફેશનલ ડ્યૂટીને પસંદ કરી હતી કે જ્યારે બધા વકીલ કિરણ બેદીની વિરૂદ્ધમાં હતા, એવી જ રીતે કેટલાક આતંકીઓ માટે પણ કેસ લડ્યા કેમ કે આ પ્રોફેશનમાં કોઈના માટે કેસ નહી લડવા માટે ના નથી પાડી શકાતી.

             આપને જણાવી દઈએ તે ચીની એપ્લિકેશન પર આ પ્રતિબંધ વચગાળાનો છે અને હવે તે એક સમિતિ પાસે જશે. પ્રતિબંધિત એપ સમિતિ પાસે પોતાનો પક્ષ રાખી શકે છે અને ત્યારબાદ સમિતિ નક્કી કરશે કે પ્રતિબંધ રાખી મુકવો કે હટાવી દેવો, હાલમાં તો એપ્લિક્શનને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati