Char Dham Yatra 2021 : 14 મેના દિવસે ખુલશે યમુનોત્રી ધામના કપાટ, પૂજારી સહીત 25 લોકોને જ મંજૂરી

ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે જ ચાર ધામ યાત્રા (Char Dham Yatra 2021) શરૂ થશે. પરંતુ આ વર્ષે પહેલીવાર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અલગ-અલગ દિવસે ખુલશે.

Char Dham Yatra 2021 : 14 મેના દિવસે ખુલશે યમુનોત્રી ધામના કપાટ, પૂજારી સહીત 25 લોકોને જ મંજૂરી
Char Dham Yatra 2021
Follow Us:
| Updated on: May 13, 2021 | 6:57 PM

Char Dham Yatra 2021 : ચારધામ યાત્રા અંતર્ગત અક્ષય તૃતીયા (અખા ત્રીજ) ના પવનપર્વની 14 મે શુક્રવારે યમુનોત્રી ધામના કપાટ વિધી વિધાનની સાથે ખોલવામાં આવશે. યમુનોત્રી મંદિર સમિતિના ઉપપ્રમુખ રાજસ્વરૂપ ઉનીયાલ અને સેક્રેટરી સુરેશ ઉનીયાલે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે આઠ વાગ્યે માતા યમુનાની ઉત્સવની મૂર્તને ડોલીયાત્રાની સાથે ખારસાલીથી યમુનોત્રી ધામ રવાના કરવામાં આવશે.

માતા યમુનાના ભાઈ સમેશ્વર દેવતા (શનિ મહારાજ) ની ડોલી પણ તેમની સાથે યમુનોત્રી સુધી જશે. અભિજિત મુહૂર્તમાં યમુનોત્રી મંદિરના દરવાજા બપોરે 12.15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવશે.

તેમણે કહ્યું કે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને કપાટ ખોલવાના આ સમયે પૂજારી, તીર્થ પુરોહિત અને પલગીર સહિત કુલ 25 લોકો હાજરી આપશે. આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પહેલી વાર અલગ-અલગ દિવસે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે જ ચાર ધામ યાત્રા (Char Dham Yatra 2021) શરૂ થશે. પરંતુ આ વર્ષે પહેલીવાર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અલગ-અલગ દિવસે ખુલશે. યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની તારીખ 14 મે નક્કી કરવામાં આવી છે. જયારે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ગંગોત્રી મંદિરમાં કપાટ ખોલવાની તારીખ 15 મે નક્કી કરવામાં આવી છે.અત્યાર સુધી અક્ષય તૃતીયાના તહેવાર પર જ બંને ધામના દરવાજા ખોલવામાં આવતા હતા.

યાત્રીઓ માટે બાયપાસ પગદંડી તૈયાર કરાઈ ગત વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ભીડિયાલિયાગ નજીક એક વિશાળ ભૂસ્ખલનથી જાનકીટ્ટી-યમુનોત્રી ફૂટપાથ પરના પુલ અને રસ્તાના આશરે 150 મીટરનો માર્ગ નાશ થયો હતો. આ વર્ષે ચારધામ યાત્રા (Char Dham Yatra 2021) શરૂ થયા પહેલા યાત્રીઓ યમુનોત્રી ધામની સરળ યાત્રા કરી શકે એ માટે યમુનોત્રીધામ તરફ યાત્રીઓ માટે બાયપાસ પગદંડી તૈયાર કરાઈ છે, આ બાયપાસમાં પાકા વોક વે સાથે બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું છે.

પડકારોની વચ્ચે સવા મહિનામાં બનાવ્યો રસ્તો ચારધામ યાત્રા (Char Dham Yatra 2021) માં યાત્રીઓની સરળતા માટે ગત એપ્રિલ મહિનામાં ભૂસ્ખલનના કારણે નાશ પામેલા આ રસ્તાનો બાયપાસ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને અનેક પડકારો હોવા છતાં સવા મહિના જેટલા ટૂંકા ગાળામાં આ રસ્તો બનાવવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ અને વાતાવરણના પડકારો હોવા છતાં સવા મહિનામાં અહી 36 મીટરના પુલ સાથે 300-મીટર બાયપાસ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. હવે માતા યમુનાની ડોલીયાત્રા આ માર્ગેથી યમુનોત્રી ધામ પહોંચશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">