Chandigarh: ચીફ ઓફ એર સ્ટાફે ચંદીગઢની મુલાકાત લીધી, વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરની 130 એરફોર્સ શાળાઓના આચાર્યોને સંબોધન કર્યું

કેન્દ્રિય વિદ્યાલય (KV) અને ત્યાંના શિક્ષકોની પણ મુલાકાત લઇને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના શિક્ષણના પ્રારંભિક વર્ષો દરમિયાન તેમના શિક્ષકોએ નિભાવેલી મહત્વની ભૂમિકા સ્વીકારી

Chandigarh: ચીફ ઓફ એર સ્ટાફે ચંદીગઢની મુલાકાત લીધી, વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરની 130 એરફોર્સ શાળાઓના આચાર્યોને સંબોધન કર્યું
Chandigarh: Chief of Air Staff visits Chandigarh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 7:52 PM

ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, PVSM AVSM VM ADC 06 સપ્ટેમ્બર 2021ના રોજ ચંદીગઢની મુલાકાતે હતા. ચંદીગઢ એરફોર્સ સ્ટેશનની 60મી વર્ષગાંઠ સમયે જ તેમણે આ મુલાકાત લીધી હતી. ચંદીગઢ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર તેજબીર સિંહ, AVSM VM તેમના સ્વાગતમાં આવ્યા હતા.

CAS એ સ્ટેશન ખાતે ચાલી રહેલી ક્ષમતા વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલોની સમીક્ષા કરી હતી. તેમણે સામાન્ય રીતે હેવી લિફ્ટ અને એર મેન્ટેનન્સની કામગીરીઓ સંપન્ન કરવામાં અને પૂર્વીય લદાખમાં આકસ્મિક સ્થિતિઓ દરમિયાન ઝડપી હવાઇ ગતિવિધિઓ હાથ ધરવાની કામગીરીમાં સ્ટેશનના કર્મીઓએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

શિક્ષક દિન નિમિત્તે CAS એ જ્યાં શિક્ષણ લીધું હતું તે, ચંદીગઢમાં સેક્ટર 47 ખાતે આવેલી કેન્દ્રિય વિદ્યાલય (KV) અને ત્યાંના શિક્ષકોની પણ મુલાકાત લઇને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે પોતાના શિક્ષણના પ્રારંભિક વર્ષો દરમિયાન તેમના શિક્ષકોએ નિભાવેલી મહત્વની ભૂમિકા સ્વીકારી હતી અને શાળા તેમજ કેન્દ્રીય વિદ્યાલય સંસ્થાનને શુભેચ્છાઓ પાઠવી હતી. દિવસ દરમિયાન અગાઉ તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરની 130 એરફોર્સ શાળાઓના આચાર્યોને સંબોધન કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">