ચંદીગઢ એરપોર્ટનું નામ હવે ભગત સિંહ કરાશે, મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) દીનદયાળ ઉપાધ્યાયજી કહેલા વાક્યોને યાદ કર્યા અને કહ્યુ દેશની પ્રગતિનું માપદંડ છેલ્લી વ્યક્તિ છે. આઝાદીના અમૃતમાં આપણે દીનદયાળજીને જેટલા વધુ જાણીશું, તેમની પાસેથી જેટલુ શીખીશું, તેટલું જ આપણને દેશને આગળ લઈ જવાની પ્રેરણા મળશે.

ચંદીગઢ એરપોર્ટનું નામ હવે ભગત સિંહ કરાશે, મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કરી જાહેરાત
વડાપ્રધાન મોદીએ 93મી વાર કરી 'મન કી બાત'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 11:56 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે 93મી વાર જનતા સમક્ષ ‘મન કી બાત’ (Man Ki Baat) કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ માસિક રેડિયો કાર્યક્રમ ભાજપના (BJP) તમામ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યો. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશના દરેક ખૂણેમાં લોકોએ ચિત્તાઓ ભારત પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. ચિત્તાઓ ભારત પરત આવતા 130 કરોડ ભારતીયો ખુશ છે, ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે. આ ઉપરાંત મનકી બાતમાં વડાપ્રધાન મોદીએ એક મહત્વની જાહેરાત પણ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભગત સિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચંદીગઢ એરપોર્ટનું નામ હવે ભગત સિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ-એ-આઝમ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી. જે પછી તેમણે કહ્યું કે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તે નિર્ણય લેવાયો છે. હું આ નિર્ણય માટે ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને દેશના તમામ લોકોને અભિનંદન આપું છું. તેમણે વધુમાં કહ્યું કે મારા પ્રિય દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ એટલે કે 28 સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો વિશેષ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાના બહાદુર પુત્ર ભગતસિંહજીની જન્મજયંતિ ઉજવીશું.

વડાપ્રધાન મોદીએ દીનદયાળ ઉપાધ્યાયજી કહેલા વાક્યોને યાદ કર્યા અને કહ્યુ દેશની પ્રગતિનું માપદંડ છેલ્લી વ્યક્તિ છે. આઝાદીના અમૃતમાં આપણે દીનદયાળજીને જેટલા વધુ જાણીશું, તેમની પાસેથી જેટલુ શીખીશું, તેટલું જ આપણને દેશને આગળ લઈ જવાની પ્રેરણા મળશે. પીએમ મોદીએ કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આત્મવત્ સર્વભૂતેષુ, એટલે કે આપણે માત્ર જીવોને જ પોતાના જેવા માનીએ, પોતાના જેવું વર્તન કરીએ. દીનદયાળજીએ અમને શીખવ્યું કે ભારતીય ફિલસૂફી આધુનિક, સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ વિશ્વને કેવી રીતે માર્ગદર્શન આપી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">