લો બોલો, હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા પર ડ્રાઈવરને અપાયો 1000 રૂપિયાનો મેમો

ઓડીસામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ટ્રક ડ્રાઈવરને હેલ્મેન ના પહેરવા પર મેમો આપવામાં આવ્યો. ત્યાર બાદ આ ઘટનાએ ચર્ચા પકડી હતી.

લો બોલો, હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા પર ડ્રાઈવરને અપાયો 1000 રૂપિયાનો મેમો
હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા પર મેમો
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Mar 18, 2021 | 3:08 PM

ઓડિશાના ગંજમ જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ટ્રક ડ્રાઇવરને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ તેનું કારણ આશ્ચર્યજનક છે. જી હા અને આ કારણે આ મામલો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર વહીવટીતંત્રે હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવતા ટ્રક ચાલકને 1000 રૂપિયા દંડ ફટકાર્યો છે.

સમાચાર એજન્સીએ વાહન ચલાવતા ડ્રાઇવરની વિગતો આપતા ચાલનનો એક ફોટો પણ શેર કર્યો છે. ચલણ અંગે આપેલી વિગતો મુજબ જ્યારે ગંજમ જિલ્લામાં પ્રમોદકુમાર પરિવહન વિભાગની કચેરીમાં તેમના વાહનની પરમીશન રીન્યુ કરવા ગયા, ત્યારે તેમને એક હજાર રૂપિયા દંડ વસૂલતા ચલણની એક નકલ સોંપવામાં આવી હતી. ચલણની કોપીની તારીખ 15 માર્ચ 2021 છે અને ટ્રેનનો નંબર OR-07W/4593 છે. આ ટ્રકનું જેનું ચલણ આપવામાં આવ્યું છે.

તે જ સમયે ખાનગી સમાચાર સંસ્થા અનુસાર જ્યારે પ્રમોદ કુમારે અધિકારીઓ સાથે આ ચલણ વિશે વાત કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હેલ્મેટ વગર વાહન ચલાવવાને કારણે ચલણ આપવામાં આવ્યું છે. પ્રમોદે કહ્યું, “મારી ટ્રક ડ્રાઈવિંગ પરમિટ પુરી થઈ ગઈ હતી અને હું તેને રીન્યુ કરવા માટે આરટીઓ ઓફીસ ગયો, પછી મને આ પેન્ડિંગ ચલણ વિશે જાણ થઈ.”

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati