ચાલબાઝ ચીનાઓની હવે ખેર નથી, લદ્દાખની LAC પર ભારતીય સેનાએ ઉતાર્યા પેરા ફોર્સનાં જવાન, આ જ જવાનોએ POKમાં ઘુસીને કરી હતી સર્જીકલ સ્ટ્રાઈક

ચાલબાઝ ચીનાઓની હવે ખેર નથી, લદ્દાખની LAC પર ભારતીય સેનાએ ઉતાર્યા પેરા ફોર્સનાં જવાન, આ જ જવાનોએ POKમાં ઘુસીને કરી હતી સર્જીકલ સ્ટ્રાઈક
http://tv9gujarati.in/chalbaz-china-o-…utari-pera-force/

ચીનની અવળચંડાઈ વચ્ચે લદ્દાખ સરહદ પર ભારતીય સેનાએ પેરા ફોર્સીસને ઉતારી હોવાની સૂત્રો પાસેથી માહિતિ મળી રહી છે. લદ્દાખ LAC પર સ્થિત સુધરવાનું નામ નથી લઈ રહી અને સૈન્ય સ્તર પર પણ કોઈ ખાસ વાતચીત નથી ચાલી રહી ત્યારે ચીન તેની ઘુસણખોરીમાંથી બહાર નથી આવી રહ્યું અને લગાતાર વિવિધ વિસ્તારોમાં તેની સેના ખડકી રહ્યું છે. […]

Pinak Shukla

|

Jul 02, 2020 | 3:07 PM

ચીનની અવળચંડાઈ વચ્ચે લદ્દાખ સરહદ પર ભારતીય સેનાએ પેરા ફોર્સીસને ઉતારી હોવાની સૂત્રો પાસેથી માહિતિ મળી રહી છે. લદ્દાખ LAC પર સ્થિત સુધરવાનું નામ નથી લઈ રહી અને સૈન્ય સ્તર પર પણ કોઈ ખાસ વાતચીત નથી ચાલી રહી ત્યારે ચીન તેની ઘુસણખોરીમાંથી બહાર નથી આવી રહ્યું અને લગાતાર વિવિધ વિસ્તારોમાં તેની સેના ખડકી રહ્યું છે. તાજેતરમાં જ લદ્દાખ સરહદેથી સામે આવેલી સેટેલાઈટ ઈમેજમાં સ્પષ્ટ થતું હતું કે ચીને ઘણો બધો સામાન અને ગાડી જેતે વિસ્તારમાં ભેગું કરી દીધું છે. હવે પૈગોગ ત્સો ઝીલ વિસ્તાર , ગોગરા કે પછી દોલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ચીને તેની સેના હટાવી નથી. ફિંગર ચાર સુદીનો વિસ્તાર એવો છે કે જ્યાં સુદી ચીની સેના આવી ગઈ છે જે પાછળ હટવા માટે તૈયાર નથી. ગલવાન ઘાટીમાં આ જ સ્થિતિને લઈને સર્જાયેલી અથડામણે બંને પક્ષે ખુંવારી સર્જી હતી.

            LAC પર ચાલી રહેલા યુદ્ધ જેવા માહોલ વચ્ચે ભારતે આખરે તેની પેરા ફોર્સીસને લદ્દાખમાં ઉતારી છે. આ એ જ ફોર્સ છે કે જેણે POKમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાની બેસ્ટ ટુકડીઓ પૈકીની એક એવી પેરા ફોર્સનાં જવાનોને ભારતીય વાયુસેનાનાં વિમાનમાં સીમા પર લઈ જવામાં આવ્યા છે. ખાસ કરીને પૈગોંગ અને ડેપસાંગ વિસ્તાર પર ભારત કડક નજર રાખી રહ્યું છે અને એટલે જ હવે તે વધારે એક્શનમાં આવ્યું છે અને ચીનની ઘુસણખોરીનો સામનો કરવા આ ફોર્સ મુકી છે.

                 પેરા ફોર્સની વાત કરવામાં આવે તો આ એ ટુકડી છે કે જે ભારતીય સેનામાં સૌથી વધારે ઘાતક માનવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની મિલટ્રી જેવી ટ્રેનીંગ લઈને તેમને તૈયાર કરવામાં આવતા હોય છે. પેરાશુટ સાથે એટેચ રહેતી આ ટીમ સેનાનું સ્પેશ્યલ ઓપરેશન યુનિટ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati