ના હોય! તમે ચા પીવાના શોખીન હશો પરંતુ આ ‘ચાચી’ 33 વર્ષથી માત્ર ચા પીને જીવી રહ્યા છે, ડૉક્ટરોને પણ કંઈ સમજાતું નથી

છત્તીસગઢના કોરિયા જિલ્લાના બરદિયા ગામમાં રહેતી પીલી દેવી છેલ્લાં 33 વર્ષોથી માત્ર ચા પીને જીવી રહ્યા છે. તે દિવસ દરમિયાન માત્ર એક વખત સૂર્યાસ્ત પછી કાળી ચા જ પીવે છે. તમે એવા કેટલાય માણસો જોયા હશે જે ચા ન પીવે તો તેના દિવસની શરૂઆત પણ થતી નથી. તો તમે એવા પણ માણસોને જોયા હશે જે […]

ના હોય! તમે ચા પીવાના શોખીન હશો પરંતુ આ 'ચાચી' 33 વર્ષથી માત્ર ચા પીને જીવી રહ્યા છે, ડૉક્ટરોને પણ કંઈ સમજાતું નથી
Follow Us:
| Updated on: May 10, 2019 | 1:48 PM

છત્તીસગઢના કોરિયા જિલ્લાના બરદિયા ગામમાં રહેતી પીલી દેવી છેલ્લાં 33 વર્ષોથી માત્ર ચા પીને જીવી રહ્યા છે. તે દિવસ દરમિયાન માત્ર એક વખત સૂર્યાસ્ત પછી કાળી ચા જ પીવે છે.

તમે એવા કેટલાય માણસો જોયા હશે જે ચા ન પીવે તો તેના દિવસની શરૂઆત પણ થતી નથી. તો તમે એવા પણ માણસોને જોયા હશે જે દિવસમાં પાણીથી વધુ ચા પીતા હશે. પરંતુ હવે અમે તમને એક એવી મહિલાની કહાણી સંભળાવીશું કે જે માત્ર ચા….ચા…. અને ચા જ પીવે છે. હવે તમે જરા કલ્પના કરો કે કોઈ માણસ બધો ખોરાક છોડીને એવુ કહે કે હું જીવનભર માત્ર ચા પીવાનું કામ કરીશે. તો તમે સાચું વાંચી રહ્યા છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

TV9 Gujarati

છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રહેતા એક મહિલા છેલ્લા 33 વર્ષોથી માત્ર ચા પીને જીવી રહ્યા છે. જેથી સ્થાનિક લોકો તેમને “ચાય વાલી ચાચી”ના નામથી બોલાવે છે. હવે ચોંકાવનારી બાબત તો એ છે કે ચાચી ચા પીને જીવી તો રહ્યા છે પરંતુ તંદુરસ્ત રીતે જીવી રહ્યા છે. આ જોઈને કેટલાક તબીબોને પણ ચક્કર આવી ચૂક્યા છે. કારણ કે માત્ર ચા પર આખું શરીર ટકી રહે છે અને તેના સિવાય અન્ય કોઈપણ ખોરાક ન લેવામાં આવે તો ચોક્કસ આ મુદ્દે સવાલો તો ઉભા થવાના જ છે.

લોકો તેમને ચાચી તો કહે છે પરંતુ તેમનું સાચું નામ પીલી દેવી છે. જે કોરિયા જિલ્લાના બૈકુંઠપુર વિકાસખંડના બરદિયા ગામમાં રહે છે. પરિવારજનો કહી રહ્યા છે કે, પીલી દેવીએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે. પીલી દેવીના પિતા રતિરામનાં કહેવા પ્રમાણે 44 વર્ષીય પીલી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા તે સમયથી જ ભોજન કરવાનું છોડી દીધુ હતું. પીલી ચાચીના જીવનનો એક કિસ્સો પણ તેમના પિતાએ સંભળાવ્યો છે. જ્યારે તે જનકપુર સ્થિત પટના સ્કૂલથી જિલ્લાકક્ષાએ એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. જે બાદ ઘરે આવીને તેમને ભોજનનો ત્યાગ કરી દીધો હતો. શરૂઆતમાં દૂધવાળી ચા સાથે બિસ્કિટ અને બ્રેડ ખાતા હતા. ધીમે ધીમે માત્ર કાળી ચા પીવાનું શરૂ કરી દીધુ. તે દિવસ દરમિયાન માત્ર એક વખત એ પણ સૂર્યાસ્ત પછી કાળી ચા પીવે છે.

આ પણ વાંચો: તો ખરેખર રાહુલ ગાંધીને અમેઠીના લોકોએ માર માર્યો? જાણો સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ ખબર વિશેની સાચી હકીકત

પીલીના ભાઈ બિહારીલાલે જણાવ્યું કે, અમને એવુ લાગતું હતું કે કોઈ બીમારી થઈ હશે. અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા, પણ તેને કોઈ શારીરિક તકલીફ કે બીમારી નહોતી. તે સંપૂર્ણપણે સ્વસ્થ હતા. બીહારીભાઈના કહેવા પ્રમાણે, પીલી ચાચીને અનેક હોસ્પિટલોમાં લઈ ગયા પરંતુ તેમની ચા પીવાની આદતનું કારણ કોઈ ડૉક્ટર શોધી શક્યા નહીં. ડોક્ટર ગુપ્તાએ કહ્યું હતું કે કોઈ પણ માણસ માટે માત્ર ચા પીને જીવીત રહેવું અસંભવ છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કોઈ પણ માણસ ફક્ત ચા પીને 33 વર્ષ સુધી જીવીત ન રહી શકે. આ વાત અસંભવ છે. પણ આ કિસ્સાના લીધે ભલભલા લોકો મોઢામાં આંગળી નાખી ગયા છે કે માત્ર ચાના જ સેવનથી કોઈપણ કેવી રીતે આટલા વર્ષો સુધી જીવી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">