નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) શનિવારે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટને (Srinagar International Airport) “મુખ્ય એરપોર્ટ” (Major Airport) તરીકે જાહેર કર્યું. મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ‘એરપોર્ટ્સ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 2008ની કલમ 2ની પેટા-કલમ (i) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર આથી શ્રીનગર એરપોર્ટને મુખ્ય એરપોર્ટ તરીકે જાહેર કરે છે.’
નોંધનીય છે કે 23 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (HM Amit Shah) શ્રીનગર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. શાહે શ્રીનગર અને શારજાહ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે પ્રથમ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. આના કારણે ખીણ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે 11 વર્ષ પછી ફરીથી સીધી હવાઈ જોડાણની શરૂઆત થઈ.
‘ગો ફર્સ્ટ’ દ્વારા સંચાલિત ફ્લાઈટ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે શારજાહ માટે રવાના થઈ હતી. શાહે ડિજિટલ માધ્યમથી રાજભવનથી ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસે 14 ફેબ્રુઆરી 2009ના રોજ શ્રીનગર એરપોર્ટથી દુબઈની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરી હતી, પરંતુ મુસાફરોની અછતને કારણે આ સાપ્તાહિક સેવા બંધ કરવામાં આવી હતી. GoFirst, જે અગાઉ GoAir તરીકે જાણીતી હતી, તે શ્રીનગરથી સીધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર અને કાર્ગો ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરનાર પ્રથમ એરલાઈન છે. તે શ્રીનગર અને શારજાહ વચ્ચે અઠવાડિયામાં ચાર ફ્લાઈટનું સંચાલન કરશે.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “શારજાહ માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરવાથી શ્રીનગર અને UAE વચ્ચે વેપાર અને પ્રવાસનને વેગ મળશે.” 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યા પછી શાહની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હતી. વર્ષ 2019માં જ્યારે શાહ ઘાટીના પ્રવાસે ગયા હતા.
પાકિસ્તાને મંગળવારે ગો ફર્સ્ટની શ્રીનગર-શારજાહ ફ્લાઈટ માટે તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. સરકારી અધિકારીઓએ આ માહિતી આપી હતી. પાકિસ્તાનના આ ઈનકારથી ફ્લાઈટને લાંબા રૂટ પર જવાની ફરજ પડી હતી અને યુનાઈટેડ આરબ અમીરાતમાં તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ગુજરાતમાંથી પસાર થઈ હતી. 31 ઓક્ટોબર સુધી GoAirની શ્રીનગર-શારજાહ ફ્લાઈટ પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર થઈ રહી હતી. પાકિસ્તાન સરકારે હજુ સુધી ફ્લાઈટની પરવાનગી નકારવા માટે કોઈ કારણ આપ્યું નથી.
આ પણ વાંચો : Tripura Violence: પોલીસની મોટી કાર્યવાહી, ખોટી માહિતી ફેલાવવા બદલ 102 ટ્વીટર એકાઉન્ટ્સ સામે UAPA લગાવ્યો