સરકારે સોમવારે ગૃહને જણાવ્યું કે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પર લગભગ 121 કરોડની એજ્યુકેશન લોન છે. સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેનથી ભારત પરત આવેલા વિદ્યાર્થીઓમાંથી 1,319 વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી છે. આ વિદ્યાર્થીઓ સામે લોનની બાકી રકમ 121.6 કરોડ રૂપિયા છે. આ ડેટા 31 ડિસેમ્બર 2021 સુધીનો છે. આ ડેટા 21 ખાનગી બેંકો દ્વારા શેયર કરવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ પરની બાકીની લોન માફ કરવા અંગે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે સરકાર હાલમાં યુક્રેન કટોકટીની અસરોનું મૂલ્યાંકન કરી રહી છે. સ્થિતિ સ્થિર થયા બાદ જ આ દિશામાં કોઈપણ પગલા લેવામાં આવશે. આ પ્રશ્ન લોકસભામાં કોંગ્રેસના સાંસદ રવનીત સિંહે ઉઠાવ્યો હતો, જેનો જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે આપી રહ્યા હતા.
નાણાપ્રધાને કહ્યું કે સરકારે આ સંદર્ભમાં ભારતીય બેંક એસોસિએશનને બેંકિંગ ક્ષેત્ર પર તેની અસરનું મૂલ્યાંકન કરવા કહ્યું છે. આ સંદર્ભે હોદ્દેદારો સાથે વાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે યુક્રેનથી 22,500 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
ત્યાંથી પરત ફરી રહેલા લોકોને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી છે. આ લોકોને રહેવા માટે, ખાવા-પીવા, તબીબી સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી હતી. યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ હતુ. નાણામંત્રીએ કહ્યું કે ભારતીય નાગરિકો સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.
આ પણ વાંચો: કોંગ્રેસ માટે આગળનો રસ્તો પહેલા કરતા વધુ પડકારજનક, સંગઠનમાં એકતા જરૂરી: સોનિયા ગાંધી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-