કેન્દ્ર સરકાર સતર્ક: વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના સંક્રમણને પગલે 10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ રવાના

કેન્દ્ર સરકાર સતર્ક:  વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના સંક્રમણને પગલે 10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ રવાના
Central gov. sent special team in ten states

વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના સંક્રમણને પગલે આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળી રહ્યુ છે. કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર સહિત દસ રાજ્યોમાં સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 26, 2021 | 5:43 PM

Omicron-Corona Alert: કોરોના અને ઓમિક્રોનના(Omicron Variant)  વધતા જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ(Special Team)  મોકલવામાં આવી છે. આ ટીમ ત્રણથી પાંચ દિવસ સુધી રાજ્યોમાં રહેશે અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ (Health Officer) સાથે વધતા સંક્રમણ અંગે ચર્ચા-વિચારણા કરશે

ઉલ્લેખનીય છે કે, જે-તે રાજ્યોની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવામાં આ મહત્વપૂર્ણ સાબિત થશે. આ માટે દરરોજ સાંજે સાત વાગ્યે સંબંધિત રાજ્યોમાંની ટીમોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આ વિગતોથી માહિતગાર કરવાના રહેશે. કેન્દ્રની આ વિશેષ ટીમ મહારાષ્ટ્ર સહિત એવા રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે જ્યાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ વધારે છે અથવા  રસીકરણની (Vaccination)  ગતિ ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે.

10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ રવાના

મહારાષ્ટ્ર સહિત આ દસ રાજ્યોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) કેસ પણ વધી રહ્યા છે. ઉપરાંત જે દસ રાજ્યોમાં આ વિશેષ ટીમો(Special Team)  મોકલવામાં આવી છે તેમાંથી કેટલાક રાજ્યોમાં રસીકરણની ગતિ પણ ઘણી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કારણોસર એક કેન્દ્રીય વિશેષ ટીમને આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે જેને કારણે વેક્સિનેશનની કામગીરીને વેગ મળે.

કેન્દ્રીય વિશેષ ટીમ આ રીતે કરશે કામ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ટીમ ખાસ કરીને મોનિટરિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગના નિયંત્રણ કામગીરી અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવા અંગેના નિર્ણયો લેશે. આ ઉપરાંત, આ ટીમ કોવિડ પ્રોટોકોલના પાલન, હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર, મેડિકલ ઓક્સિજન, લોજિસ્ટિક્સ અને રસીની ઉપલબ્ધતાનો સ્ટોક વગેરે…પર ભાર આપશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે મહારાષ્ટ્રમાં (maharashtra) ઓમિક્રોનના 2 નવા કેસ નોંધાયા છે. આ રીતે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા 108 થી વધીને 110 પર પહોંચી ગઈ છે, જેને કારણે તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંચો : Child Vaccination: બાળકોને વેક્સિન આપવા માટે મુંબઈ સજ્જ, BMC એ તૈયાર કર્યો આ એક્શન પ્લાન

આ પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં 95 ટકા ઓમિક્રોન દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, 60 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાયા નથી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati