જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશઃ જાણો તેમની પત્ની સહિત કોણ-કોણ હતા સવાર

ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર પુષ્ટિ કરી છે કે જનરલ બિપિન રાવત વિમાનમાં સવાર હતા. તેમણે આજે દિલ્હીથી સુલુર જવા માટે ફ્લાઇટ લીધી હતી.

જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશઃ જાણો તેમની પત્ની સહિત કોણ-કોણ હતા સવાર
General Bipin Rawat and Madhulika Rawat (file photo)

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Gen Bipin Rawat), તેમના પરિવારના સભ્યો અને કર્મચારીઓ આર્મીના હેલિકોપ્ટરમાં (Army helicopter )સવાર હતા. જે આજે બપોરે તામિલનાડુના (Tamil Nadu) કોઈમ્બતુર (Coimbatore) અને સુલુર (Sulur) વચ્ચે ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાએ (Indian Air Force) ટ્વિટર પર પુષ્ટિ કરી છે કે જનરલ રાવત હેલિકોપ્ટરમાં સવાર હતા. તેમણે આજે દિલ્હીથી સુલુર જવા માટે ફ્લાઇટ લીધી હતી.

જનરલ રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે, આ પોસ્ટ 2019માં બનાવવામાં આવી હતી. તમિલનાડુ સરકારે બચાવ કામગીરીમાં મદદ માટે વરિષ્ઠ અધિકારીઓને અકસ્માત સ્થળ પર મોકલ્યા છે.

હેલિકોપ્ટરમાં સવાર લોકોની યાદીઃ-

(1) જનરલ બિપિન રાવત (2) મધુલિકા રાવત (3) બ્રિગેડિયર એલએસ લિડર, એસએમ, વીએસએમ (4) લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ (5) એનકે ગુરસેવક સિંહ (6) એનકે જિતેન્દ્ર કુમાર (7) એલ/એનકે વિવેક કુમાર (8) એલ/એનકે બી સાઈ તેજા (9) હવાલદાર સતપાલ

આ ઉપરાંત હેલિકોપ્ટરમાં ક્રૂના પાંચ સભ્યો પણ સવાર હતા.

નીલગીરી પહાડીઓમાં આ હેલિકોપ્ટર જે જગ્યાએ ક્રેશ થયું તે જંગલ વિસ્તાર છે. જેના કારણે વહીવટીતંત્રને કાટમાળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પહાડી પર તુટી પડેલા હેલિકોપ્ટરનો કાટમાળ પથરાયેલો છે અને ગાઢ ધુમાડા અને આગની જવાળાઓ વચ્ચે લોકો બચાવ અને રાહત કાર્યમાં લાગેલા છે.

આ પણ વાંચોઃ

ભારે કરી ! ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચોઃ

Vicky-Katrina wedding : વિકી-કેટના લગ્નમાં અંબાણી પરિવાર પણ થશે સામેલ ! આ હોટેલમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati