CBIએ ફેસબુક ડેટા ચોરીના કેસમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરુદ્ધ FIR નોંધી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ યુકેની રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા વિરોધ કેસ નોધ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 13:51 PM, 22 Jan 2021
CBI registers FIR against Cambridge Analytica in Facebook data theft case
5.6૨ લાખ ભારતીયના ડેટા ચોરીનો કેસ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ યુકેની રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા વિરુદ્ધ કેસ નોધ્યો છે. ફેસબુક વાપરતા 5.6૨ લાખ ભારતીયના વ્યક્તિગત ડેટા ચોરી કરવા બદલ આ કેસ નોધવામાં આવ્યો છે. તેમજ CBIએ આ જ કેસની એફઆઈઆરમાં દેશની બહાર એક અન્ય કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ (GSRL)નું નામ ઉમેર્યું છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે સાંસદમાં પહેલા પણ કહ્યું હતું કે ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટાના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારે સોશિયલ મીડિયા કંપનીએ સીબીઆઈને આપેલા જવાબમાં કહ્યું હતું કે GSRLએ ગેરકાયદેસર રીતે ભારતના લગભગ 5.62 લાખ લોકોના વ્યક્તિગત ડેટા ભેગા કર્યા અને તેને કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કર્યા છે. એવો આરોપ છે કે કન્સલ્ટિંગ ફર્મે આ ડેટાનો ઉપયોગ ભારતમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.

CBI registers FIR on Cambridge Analytica in Facebook data theft case

CBIએ યુકેની કંપની કેમ્બ્રિજ એનાલિટિકા વિરુધમાં કેસ નોધ્યો

 

CBI registers FIR on Cambridge Analytica in Facebook data theft case (2)

CBIએ યુકેની કંપની કેમ્બ્રિજ એનાલિટિકા વિરુધમાં કેસ નોધ્યો

શું મુદ્દો છે
માર્ચ 2018 માં ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ્સે કેમ્બ્રિજ એનાલિટિકાના ભૂતપૂર્વ કર્મચારીઓ, સહયોગીઓ અને દસ્તાવેજો દ્વારા કહ્યું હતું કે ફર્મે પરવાનગી વિના 50 મિલિયનથી વધુ યુઝર્સની ફેસબુક પ્રોફાઇલમાંથી વ્યક્તિગત માહિતી ચોરી લીધી છે. ત્યાર બાદ સીબીઆઈએ આ આરોપો અંગે કેમ્બ્રિજ એનાલિટિકા અને જીએસઆરએલ સામે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

5 કરોડથી વધુ યુઝર્સની માહિતી ચોર્યાનો આરોપ

કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે વિધ્વાભરમાં 5 કરોડથી વધુ ફેસબુક યુઝર્સની પ્રોફાઇલ્સમાંથી માહિતી એકત્રિત કરીને ચૂંટણીને ખોટી રીતે પ્રભાવિત કરી છે. આ કેસ સામે આવ્યા બાદ અમેરિકા અને બ્રિટનની એજન્સીઓએ ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકાની તપાસ હાથ ધરી હતી. જ્યારે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકબીજા પર કેમ્બ્રિજ એનાલિટિકાનો ડેટા યુઝ કરવાનો આરોપ લાગાવ્યો હતો.

 

આ પણ વાંચો: મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરનો આજે Birthday, સલમાન સાથે કરી હતી પહેલી ફિલ્મ