fake news ફેલાવવાના કેસમાં ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને કોર્ટે ન આપી રાહત, ઝુબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડી મોકલાયો

ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને (Mohammad Zubair) સીતાપુર કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઝુબેરની જામીન અરજી ફગાવીને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

fake news ફેલાવવાના કેસમાં ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને કોર્ટે ન આપી રાહત, ઝુબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડી મોકલાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 6:02 PM

ખોટા ન્યુઝ (fake news) ફેલાવવાના કેસમાં (Mohammad Zubair) મોહમ્મદ ઝુબેરને સીતાપુર કોર્ટે (Sitapur Court) મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે મોહમ્મદ ઝુબેરને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. મોહમ્મદ ઝુબેરને ગુરુવારે સીતાપુર કોર્ટમાં ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો. આ સિવાય ઝુબૈર પર સીતાપુરના મહંત બજરંગ મુનિદાસ સહિત અન્ય ઘણા હિન્દુ સંતો વિરુદ્ધ ટ્વિટ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. 28 જૂનના રોજ મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

બીજી તરફ, મોહમ્મદ ઝુબેરની અન્ય એક અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવાર 8 જુલાઈએ સુનાવણી કરવા માટે સંમતિ આપી છે. જો કે, કોર્ટે એમ પણ કહ્યું છે કે જો મુખ્ય ન્યાયાધીશ તેને મંજૂરી આપશે તો સુનાવણી હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે મોહમ્મદ ઝુબૈરે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઝુબેરના વાંધાજનક ટ્વીટના કેસમાં જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મોહમ્મદ ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતી વખતે એમ પણ કહ્યું હતું કે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ

Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તેના પર રમખાણો ભડકાવવા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટ દ્વારા ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી. ઝુબૈરને 2020ના એક કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં 2022ના તાજેતરના કેસમાં તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ ટ્વિટર પ્રોફાઇલની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું હતું કે આમાંથી કેટલીક ટ્વીટ્સ હટાવી દેવામાં આવી છે, પરંતુ તેઓ તેને શોધવાનું કામ કરી રહ્યા છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">