નારાજ કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહને મળવા તેના ઘરે પહોંચ્યા, શું ભાજપમાં જોડાશે અમરિંદર સિંહ ?

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા છે.

નારાજ કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહને મળવા તેના ઘરે પહોંચ્યા, શું ભાજપમાં જોડાશે અમરિંદર સિંહ ?
Captain Amrinder Singh and Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 7:25 PM

New Delhi : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે તેના નિવાસસ્થાને પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, કેપ્ટન બે દિવસના દિલ્હી પ્રવાસ પર છે. ત્યારે મુખ્યપ્રધાન  પદેથી રાજીનામું આપ્યા બાદ નારાજ કેપ્ટન ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાવાની અટકળોએ હાલ વેગ પકડ્યો છે.

શું ભાજપમાં જોડાશે અમરિંદર સિંહ ?

ઉલ્લેખનીય છે કે,આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતી વખતે અમરિંદર સિંહે ઘણા વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી.જો કે આ બેઠકને તેણે સૌજન્ય બેઠક ગણાવી છે.પરંતુ મળતા અહેવાલ મુજબ, કોંગ્રેસથી નારાજ અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

નવજોત સિંહ સિદ્ધુએ પણ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે

પંજાબના પુર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યુ ત્યારથી પંજાબનુ રાજકારણ ગરમાયુ છે.મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ(Navjot Singh Sidhu) પણ પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદથી રાજીનામુ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યા બાદ પંજાબના 16મા મુખ્યપ્રધાન પદે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી કરવામાં આવી હતી.

રાજીનામુ આપ્યા બાદ પુર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહની કોંગ્રેસ પાર્ટી (Congress Party) પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચેની બેઠક મહત્વની સાબિત થશે.

આ પણ વાંચો: મુંબઈગરાઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં શહેરમાં તમામ લોકોનું વેક્સિનેશન થશે પૂર્ણ, આ મહિના સુધીનો છે લક્ષ્યાંક

આ પણ વાંચો:  શિવસેનાનાં વધુ એક નેતા EDના સકંજામાં, મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મળતા સાંસદની વધી મુશ્કેલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">