કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી

Capt Amarinder Singh resigns from Congress : મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટને પહેલા જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસ છોડી દેશે.

કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી
Capt Amarinder Singh resigns from Congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 5:52 PM

PUNJAB : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Capt Amarinder Singh)એ આખરે કોંગ્રેસ પાર્ટી (Congress)ને અલવિદા કહી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને પોતાનું રાજીનામું (Resign) મોકલી આપ્યું છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટને પહેલા જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસ છોડી દેશે. કેપ્ટને પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત સાથે જ કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. તેમણે આજે 2 નવેમ્બરે પોતાની નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ (Punjab Lok Congress)ના ગઠનની જાહેરાત કરી છે.

કેપ્ટન અમરિંદર સિંહે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની નવી પાર્ટીની રચના કરશે અને જો ત્રણ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ આવે તો 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે બેઠકોની વહેંચણીની આશા છે. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અમરિંદર સિંહે કહ્યું હતું કે તેઓ સમાન વિચારધારા ધરાવતા પક્ષો જેમ કે અકાલીઓના વિભાજિત જૂથો સાથે જોડાણ પર પણ વિચાર કરી રહ્યા છે. બે વખત મુખ્યપ્રધાન રહેલા અમરિંદર સિંહે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ પંજાબના લોકો અને પંજાબનું ભવિષ્ય સુરક્ષિત નહીં કરે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં.

કેપ્ટન અમરિંદર સિંહે સપ્ટેમ્બરમાં નવજોત સિંહ સિદ્ધુ સાથેના રાજકીય સંઘર્ષ બાદ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને તેમના રાજીનામા પછી કહ્યું હતું કે તેઓ અપમાનિત થયા હોવાનું અનુભવે છે. કોંગ્રેસે તેમના સ્થાને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા. અમરિંદર સિંહ સપ્ટેમ્બરમાં દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ને મળ્યા હતા અને ખેડૂતોના આંદોલનની ચર્ચા કરતી વખતે તેમને ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચીને સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો : Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?

આ પણ વાંચો : દાદરાનગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના ઉમેદવાર કલાબેન ડેલકરની જંગી મતોથી જીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">