અનોખી પહેલ : આ શહેરમાં એશિયાનું પ્રથમ કાફે ખૂલ્યું, જ્યાં HIV પોઝિટિવ કર્મચારીઓ કરે છે કામ

Kolkata : ઘોષે કહ્યું કે શરૂઆતમાં કાફેની (Cafe) આસપાસના લોકો શંકાશીલ હતા પરંતુ ટૂંક સમયમાં તેમને સમજાયું કે HIV પોઝિટિવ લોકો અન્ય લોકો જેવા જ હોય ​​છે.

અનોખી પહેલ : આ શહેરમાં એશિયાનું પ્રથમ કાફે ખૂલ્યું, જ્યાં HIV પોઝિટિવ કર્મચારીઓ કરે છે કામ
Cafe Positive (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 07, 2022 | 9:27 AM

પશ્ચિમ બંગાળના (West Bengal)  કોલકાતામાં (Kolkata) HIV પોઝિટિવ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતી એશિયાની(Asia)  પ્રથમ કાફે ખૂલ્યુ છે. આ પોઝિટિવ વ કાફેનો ઉદ્દેશ એચઆઈવી પોઝિટિવ (HIV Positive)  લોકો માટે જાગૃતિ ફેલાવવાનો અને રોજગાર પેદા કરવાનો છે. સ્ટાફમાં 7 કિશોરોનો સમાવેશ થાય છે, જે તમામ એચઆઈવી પોઝિટિવ છે. કાફેના માલિક, કલ્લોલ ઘોષે, આનંદઘરમાં એક NGOની સ્થાપના કરી જે માનસિક સ્વાસ્થ્યથી પ્રભાવિત બાળકો અને HIV પોઝીટીવ લોકો સાથે કામ કરે છે. મળતી માહિતી અનુસાર સ્થાપક ફ્રેન્કફર્ટના એક કાફેથી પ્રેરિત છે જે સંપૂર્ણપણે HIV પોઝિટિવ લોકો દ્વારા ચલાવવામાં આવતુ હતુ. કલ્લોલ ઘોષે કહ્યું આ બાળકો ક્યાં જશે ? તેમને રોજગારની જરૂર છે.

બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે ઘોષ

ઘોષના કહેવા પ્રમાણે, તેણે સૌપ્રથમ 2018માં કાફે ખોલ્યુ હતુ અને હવે તે બિઝનેસનો (Cafe Business) વિસ્તાર કરી રહ્યા છે. વધુમાં ઘોષે કહ્યું કે તેઓ પૂર્વ ભારતમાં આવા 30 વધુ કાફે ખોલવાનો પ્લાન છે અને આ માટે 800 લોકોને તેણે શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ઘોષે કહ્યું કે કાફેનો પ્રતિસાદ હંમેશા હકારાત્મક રહ્યો નથી. કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવે છે. જો તેઓ આવીને જાણ કરે કે સ્ટાફ HIV પોઝીટીવ છે, તો અમે તેમને બધું સમજાવીએ છીએ અને મોટાભાગના લોકો સમજે છે. જોકે કેટલાક લોકો કાફે છોડીને જતા રહે છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ઘોષે કહ્યું કે શરૂઆતમાં કાફેની આસપાસના લોકો શંકાશીલ હતા પરંતુ ટૂંક સમયમાં તેમને સમજાયું કે એચઆઈવી પોઝિટિવ લોકો અન્ય લોકો જેવા જ છે. ઘોષે કહ્યું કે, હું આવા વધુ કાફે ખોલી રહ્યો છું. મને આ બાળકોને મદદ કરવા માટે એક વ્યાવસાયિક રસોઇયાની જરૂર છે. એક રસોઇયાએ મને કહ્યું કે તેના પરિવારને અહીં આવવા સામે વાંધો છે, તેથી તે જોડાઈ શકશે નહીં.

જેનો ઉદ્દેશ્ય રોજગારી સર્જવાનો છે

કાફેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એચઆઈવી અને એચઆઈવી પોઝિટિવ છે તેવા લોકો વિશે જાગૃતિ ફેલાવવાનો નથી. પરંતુ લોકોને રોજગારી આપવાનું પણ છે. આ સ્થળ તેની કોફી અને સેન્ડવીચ માટે જાણીતું છે અને સામાન્ય રીતે વ્યાવસાયિકો, કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા વયસ્કો દ્વારા તેની મુલાકાત લેવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ખાડો ખોદે તે પડે, ચોરી કરીને ભાગવા બનાવેલા બાકોરામાં જ ફસાયો ચોર

આ પણ વાંચો : શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati