BSFએ માનવતાનો દાખલો બેસાડ્યો, બાંગ્લાદેશમાં રહેતી દીકરીને ભારતમાં રહેતી માતાના અંતિમ દર્શન કરાવ્યા

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આંતરરાષ્ટ્રીય સરહદની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સરહદના રહેવાસીઓના ભાવનાત્મક અને સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે. આ ક્રમમાં બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદની (Indo-Bangladesh Border) સુરક્ષામાં તૈનાત BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

BSFએ માનવતાનો દાખલો બેસાડ્યો, બાંગ્લાદેશમાં રહેતી દીકરીને ભારતમાં રહેતી માતાના અંતિમ દર્શન કરાવ્યા
Bsf Bangladesh Humanity
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 2:23 PM

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આંતરરાષ્ટ્રીય સરહદની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સરહદના રહેવાસીઓના ભાવનાત્મક અને સામાજિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે. આ ક્રમમાં બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદની (Indo-Bangladesh Border) સુરક્ષામાં તૈનાત BSFના દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. બાંગ્લાદેશમાં રહેતી દીકરીઓને ભારતમાં રહેતી માતાના અવસાન બાદ તેઓએ માત્ર માનવતાનો ધર્મ જ નિભાવ્યો નથી પરંતુ ફરી એકવાર ‘જીવન પ્રત્યેની ફરજ’નું સૂત્ર પુરવાર કર્યું છે.

બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના સરહદી ગામ મટિયારીના રહેવાસી સુકુર મંડલે અહીં તૈનાત 54મી કોર્પ્સની બોર્ડર પોસ્ટ બાનપુરના કંપની કમાન્ડરને જણાવ્યું કે, તેની માતા રોહટન બીબીનું અવસાન થયું છે. તેની બે બહેનો સરહદ પાર બાંગ્લાદેશમાં રહે છે.

છેલ્લી મુલાકાત માટે BSFએ કરી વ્યવસ્થા

અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારની છે જ્યારે 3 એપ્રિલ, 2022ના રોજ આવો સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો હતો. સરહદી ગામ મટિયારીના રહેવાસી સુકુર મંડલે અહીં તૈનાત 54મી કોર્પ્સની બોર્ડર પોસ્ટ બાનપુરના કંપની કમાન્ડરને જણાવ્યું કે તેની માતાનું નિધન થઈ ગયું છે. તેની બે બહેનો સરહદ પાર બાંગ્લાદેશમાં રહે છે. તેણે બીએસએફને વિનંતી કરી કે જો તેની બહેનોને તેમની માતાની અંતિમ ઝલક મળશે તો તેઓ ખૂબ જ ખુશ થશે. આ પછી, કંપની કમાન્ડરે તેમની વાત સાંભળ્યા પછી માનવતાવાદી અને ભાવનાત્મક પાસાને ધ્યાનમાં રાખીને કોઈપણ વિલંબ કર્યા વિના આ સંબંધમાં તરત જ તેમના સમકક્ષ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) નો સંપર્ક કર્યો. BSFની વિનંતી બાદ BGB પણ માનવતાવાદી અભિગમને ધ્યાનમાં લઈને આગળ વધ્યું. આથી બંને દેશોના સીમા સુરક્ષા દળોએ પરસ્પર સહયોગને ધ્યાનમાં રાખીને માનવતાને સર્વોપરી રાખીને બાંગ્લાદેશમાં રહેતી બંને દિકરીઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ઝીરો લાઇન પર માતાના અંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી. આ રીતે બંને દીકરીઓની માતાના અંતિમ દર્શન શક્ય બન્યા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

છેલ્લી મુલાકાત સમયે, વાતાવરણ ગમગીન બની ગયું હતું

તે જ સમયે, જ્યારે બંને પુત્રીઓએ તેમની માતાના અંતિમ દર્શન કર્યા, ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું. સાથે જ અંતિમ દર્શન કર્યા બાદ બંને પુત્રીઓ અને પુત્રએ સીમા સુરક્ષા દળની આ પહેલ બદલ હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તમારા લોકોની માનવતાના કારણે અમને અમારી માતાના અંતિમ દર્શન થયા છે. આજે અમે અમારી માતાના અંતિમ દર્શન નહીં કરી શકીયા હોત તો અમે આખી જિંદગી અમારી જાતને માફ કરી ન કરી શકત.

આ પણ વાંચો: ECIL Recruitment 2022: ECILમાં જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે અરજી કરો

આ પણ વાંચો: SSC CGL Admit Card 2021: SSC CGL એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, ssc.nic.in પરથી કરો ડાઉનલોડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">