દેશમાં વધી રહ્યાં છે કોરોનાના બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ વેરીયન્ટ, અત્યાર સુધી 795 કેસ નોંધાયા

કોરોના વાયરસના ઝડપથી ફેલાતા નવા વિદેશી વેરિયન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે. જેમાં દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 795 કેસ મળી આવ્યા છે.

દેશમાં વધી રહ્યાં છે કોરોનાના બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ વેરીયન્ટ, અત્યાર સુધી 795 કેસ નોંધાયા
India Corona New Variant Image

Corona  વાયરસના ઝડપથી ફેલાતા નવા વિદેશી વેરિયન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે. જેમાં દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 795 કેસ મળી આવ્યા છે. જ્યારે દેશમાં કોરોનાની બીજા વેવ વચ્ચે કોરોના નવા વેરિયન્ટે  સરકારની ચિંતાઓ વધારી દીધી છે.

Coronaના 40, 715 નવા કેસ, 199 લોકોનાં મૃત્યુ

દેશમાં છેલ્લા 24 કલાક માં Coronaના 40, 715 નવા કેસ નોંધાયા છે, જ્યારે 199 લોકોનાં મૃત્યુ થયા છે.જેમાં દેશના ત્રણ રાજ્યોમાં કોરોનામાં લગભગ 75 ટકા સક્રિય કેસ છે અને આ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 199 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાંથી 80% મૃત્યુ ફક્ત 6 રાજ્યોમાં છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, છત્તીસગઢ, તમિલનાડુ અને કર્ણાટકમાં છે. મહારાષ્ટ્રમાં 58, પંજાબમાં 58, કેરળમાં 12, છત્તીસગઢમાં 12, તમિલનાડુમાં 10 અને કર્ણાટકમાં 10 લોકોનાં મોત થયાં છે.

બીજી તરફ દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,45,377 કેસ છે. જેમાંથી 75% સક્રિય કેસ ફક્ત 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. દેશના કુલ સક્રિય કિસ્સાઓમાં મહારાષ્ટ્રનો જ 62.71% હિસ્સો છે. કેરળમાં 7.06% અને પંજાબમાં 5.39% સક્રિય કેસ છે.

45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી

આ દરમ્યાન મોદી સરકારે Corona રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના રસી મેળવી શકે છે. કેબિનેટના આ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના બધા લોકોને કોવિડ -19 વિરોધી રસી મળી શકે છે. અમારી વિનંતી છે કે બધા તાત્કાલિક નોંધણી કરાવે અને રસી મુકાવે. તેમણે કહ્યું કે દેશમાં રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોરોના રસીની કોઈ અછત નથી.

કોરોના રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 4 થી 8 અઠવાડિયા વચ્ચે રહેશે

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના અંતર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ નિર્ણય વિશ્વના નિષ્ણાતોના અભિપ્રાયના આધારે લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 4 થી 8 અઠવાડિયાની વચ્ચે લઈ શકાય છે. તેમણે કહ્યું કે અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોરોના સામેની રસી માટે પોતાને નોંધણી કરાવે, કારણ કે તે કોરોના સામે એકમાત્ર કવચ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

  • Follow us on Facebook

Published On - 5:58 pm, Tue, 23 March 21

Click on your DTH Provider to Add TV9 Gujarati