‘બોર્ડર’ના ‘અસલી હીરો’ કુલદીપ સિંહનું નિધન, પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાટતું

જે પી દત્તાની યાદગાર ફિલ્મ ‘બૉર્ડર’ની સ્ટોરીના મુખ્ય સૂત્રધાર કે જેમના પર આ ફિલ્મ બનાવવામાં આવી અને 1971માં પાકિસ્તાન સામે લોંગેવાલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું નિધન થયું છે. 78 વર્ષીય કુલદીપસિંહે શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્ટિપલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી. 1971- યુદ્ધ સમયે મેજરનાં પદ પર હતા […]

'બોર્ડર'ના 'અસલી હીરો' કુલદીપ સિંહનું નિધન, પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાટતું
Kuldeep-Singh_Border_Tv9News
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 4:54 AM

જે પી દત્તાની યાદગાર ફિલ્મ ‘બૉર્ડર’ની સ્ટોરીના મુખ્ય સૂત્રધાર કે જેમના પર આ ફિલ્મ બનાવવામાં આવી અને 1971માં પાકિસ્તાન સામે લોંગેવાલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું નિધન થયું છે. 78 વર્ષીય કુલદીપસિંહે શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્ટિપલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી.

1971- યુદ્ધ સમયે મેજરનાં પદ પર હતા કુલદીપ સિંહ ચાંદપુરી

જેપી દત્તાની બોર્ડર ફિલ્મ લોંગેવાલાની લડાઈ પર આધારિત હતી જેમાં અભિનેતા સન્ની દેઓલે કુલદીપસિંહનું પાત્ર ભજવ્યું હતું. એ સમયે તેઓ મેજર હતા. 1971માં રાજસ્થાનના લોંગેવાલામાં બ્રિગેડિયર ચાંદપુરીએ 100 ભારતીય જવાનો સાથે પાકિસ્તાનના 2 હજાર સૈનિકો પર જીત મેળવી હતી.

kuldeep_Border- Tv9

kuldeep_Border- Tv9

ચાંદીપુરીના નેતૃત્વ હેઠળ બહાદુર જવાનોને આ દળે પાકિસ્તાની સૈનિકોનો ડટીને સામનો કર્યો હતો અને તેમને ખદેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ લડાઈ વખતે તેમની ઉંમર માત્ર 22 વર્ષ હતી અને તેમને પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનનું નેતૃત્તવ સોંપવામાં આવ્યું હતું. લોંગેવાલામાં આ બહાદુરી દેખાડવા બદલ કુલદીપસિંહને મહાવીર ચક્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ચાંદપુરી જ્યારે ભારતીય સેનામાંથી રિયાયર થયાં ત્યારે તેઓ બ્રિગેડિયરના હોદ્દા પર કાર્યરત હતા.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કુલદીપસિંહનો જન્મ 22 નવેમ્બર, 1940ના દિવસે અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો. ત્યારબાદ તેમનો પરિવાર પૈતૃક ગામ ચાંદપુર રુડકી આવી ગયો હતો, જે પંજાબના બલચૌરમાં આવેલું છે. કુલદીપસિંહ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. વર્ષ 1962માં હોંશિયારપુર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું જે દરમિયાન તેઓ NCCના સક્રિય સભ્ય રહ્યાં હતાં. કુલદીપસિંહના પરિવારમાં તેમની પત્ની અને 3 દીકરાઓ છે.

વર્ષ 1962માં જ તેઓ ભારતીય સેનામાં સામેલ થયા અને ચેન્નાઈના ઓફિસર્સ ટ્રેઈનિંગ એકેડમીથી કમિશન પ્રાપ્ત કર્યું અને પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનનો ભાગ બન્યાં. કુલદીપસિંહે વર્ષ 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો અને આ યુદ્ધોમાં તેમની વીરતાની ઘણી પ્રશંસા પણ મળી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રના આપાતકાલીન બળમાં સેવાઓ આપી અને 2 વખત મધ્યપ્રદેશના મહૂ ઈન્ફન્ટ્રી સ્કૂલમાં ઈન્સ્ટ્રક્ટર પણ રહ્યાં હતાં.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">