AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 13 વર્ષ તો રાહ જોઈ હજુ કેટલા વર્ષ આ બિલ માટે રાહ જોશે મહિલાઓ ?- મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધી

મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેનું બિલ મારા જીવનસાથી રાજીવ ગાંધી દ્વારા લાવવામાં આવ્યું હતું. આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે. રાજીવ ગાંધીનું સપનું અડધુ જ પૂરું થયું છે, આ બિલ પાસ થવાથી તે પૂરું થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે.

Breaking News : 13 વર્ષ તો રાહ જોઈ હજુ કેટલા વર્ષ આ બિલ માટે રાહ જોશે મહિલાઓ ?- મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધી
Sonia gandhi on women reservation bill
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 3:05 PM
Share

મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી ચર્ચા માટે તેમના પક્ષ વતી મુખ્ય વક્તા તરીકે તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સોનિયા ગાંધીએ લોકસભામાં કહ્યું કે કોંગ્રેસ મહિલા અનામત બિલનું સમર્થન કરે છે, હું આ બિલના સમર્થનમાં ઉભી છું. આ મારા જીવનનો કરુણ સમય છે. પ્રથમ વખત, નાગરિક ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેનું બિલ મારા જીવનસાથી રાજીવ ગાંધી દ્વારા લાવવામાં આવ્યું હતું.

મારા જીવન સાથીનું સપનું સાકાર થયું- સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે. બિલ પાસ થતા મારા જીવન સાથી રાજીવ ગાંધીનું સપનું પૂરું થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે. આ બિલ પાસ થવાથી અમે ખુશ છીએ, પરંતુ કેટલીક ચિંતા પણ છે. હું સવાલ પૂછવા માંગુ છું કે મહિલાઓ છેલ્લા 13 વર્ષથી રાજકીય જવાબદારીની રાહ જોઈ રહી છે. અત્યારે તેઓને વધુ રાહ જોવાની ફરજ પાડવામાં આવી રહી છે. ત્યારે આ બિલને લઈને હજુ કેટલા વર્ષ 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, એમ કેટલા વર્ષની રાહ જોવી જોઈએ? અમારી માંગ છે કે આ બિલ તાત્કાલિક પસાર કરવામાં આવે.

મહિલા અનામત બિલ તાત્કાલિક પાસ કરવામાં આવે

બિલ તાત્કાલિક પાસ થવા સહિત જાતિ ગણતરી કરીને OBC, ST  અને OBC અનામતની વ્યવસ્થા કરવી જોઈએ. આને પૂર્ણ કરવા માટે સરકારે જે પણ પગલાં લેવાની જરૂર છે તે લેવા જોઈએ. આ બિલમાં વિલંબ ન કરવો એ મહિલાઓ સાથે અન્યાય થશે.

સોનિયા ગાંધીએ બુધવારે લોકસભામાં મહિલા અનામતને લઈને પોતાના વિચારો રજૂ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. આ બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ. તેમણે કહ્યું કે મહિલાઓએ કેટલી રાહ જોવી પડશે. ભારતીય મહિલાની સફર ઘણી લાંબી છે. મહિલાઓએ દરેકના કલ્યાણ માટે કામ કર્યું. મહિલાઓના બલિદાનને ઓળખવું જરૂરી છે. આ સાથે તેમણે જાતિ ગણતરી હાથ ધરવાની પણ વાત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">