
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ છે. જેમાં નવ ભક્તોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર છે. બધાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારથી જ એકાદશી માટે ભક્તોની મોટી ભીડ એકઠી થવા લાગી હતી. મંદિર ભક્તોથી ભરેલું હતું. અચાનક નાસભાગ મચી ગઈ. ઘણા લોકો પડી ગયા અને કચડાઈ ગયા હતા. જે લોકો પડી ગયા તેઓ ઉભા થઈ શક્યા નહીં. ભીડ તેમના પર દોડી ગઈ. આ ઘટનાથી સમગ્ર મંદિર સંકુલ અને આસપાસનો વિસ્તારમાં ભાગદોડ થઈ ગયો.
લોકો કોઈક રીતે ખુલ્લી જગ્યામાં ભાગી જવામાં સફળ રહ્યા. મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને અન્ય ઘણા લોકોની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યા. ડોક્ટરોએ તપાસ બાદ નવ લોકોને મૃત જાહેર કર્યા. અન્ય ઘણા ઘાયલોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધુ વધવાની શક્યતા છે.
Andhra Pradesh: 9 Devotees Die as Railing Collapses at Venkateshwar Temple in Srikakulam#AndhraPradesh #VenkateshwarTempleTragedy #TV9Gujarati pic.twitter.com/t25HQlJWHt
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2025
સીએમ ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર શોક વ્યક્ત કર્યો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, “વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.” મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમણે અધિકારીઓને ઘાયલોને બેસ્ટ શક્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે અને જનપ્રતિનિધિઓને સ્થળની મુલાકાત લેવા અને રાહત પ્રયાસોનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે.
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:03 pm, Sat, 1 November 25