Breaking News: બંગાળના કૂચ બિહારમાં પીકઅપ વાનમાં વીજ કરંટ લાગવાથી 10ના મોત, ઘણા ઘાયલ

કૂચ બિહાર(Bihar)માં મુસાફરોને લઈ જતી પીકઅપ વાન(Pick up van)માં વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે. ઘટના પછી તરત જ, મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાનમાં સવાર 27 લોકોમાંથી 16 લોકોને સારવાર માટે જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

Breaking News: બંગાળના કૂચ બિહારમાં પીકઅપ વાનમાં વીજ કરંટ લાગવાથી 10ના મોત, ઘણા ઘાયલ
Breaking News: 10 dead, many injured due to electrocution in pick-up van in Bengal's Cooch Behar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:04 AM

પશ્ચિમ બંગાળ(West Bengal)થી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કૂચ બિહારમાં મુસાફરોને લઈ જતી પીકઅપ વેન(Pick up van)માં વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે. ઘટના પછી તરત જ, મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાનમાં સવાર 27 લોકોમાંથી 16 લોકોને સારવાર માટે જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વાનમાં ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગને કારણે કરંટ ફેલાયો હતો.

અકસ્માત રાત્રે 12 વાગ્યાની આસપાસ થયો હતો – અધિક પોલીસ અધિક્ષક

અધિક પોલીસ અધિક્ષક અમિત વર્માએ જણાવ્યું હતું કે, “આજે લગભગ 12 વાગ્યે મેખલીગંજ પીએસ હેઠળ ધારલા બ્રિજ પર એક ઘટના બની, જ્યાં જલ્પેશ જઈ રહેલા મુસાફરોને લઈ જતી એક પીકઅપ વાન કરંટથી અથડાઈ ગઈ. પ્રારંભિક તપાસ સૂચવે છે કે તે જનરેટર (ડીજે સિસ્ટમ) ના વાયરિંગને કારણે હોઈ શકે છે, જે વાહનના પાછળના ભાગમાં લગાડવામાં આવ્યુ હતું.”

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પીકઅપ વાન ચાલક ફરાર – પોલીસ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સારવાર દરમિયાન ડોક્ટરોએ 10 લોકોને મૃત જાહેર કર્યા. તમામ મુસાફરો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને તેમના પરિવારજનોને આ દુ:ખદ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે વાહનને જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ ચાલક ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસ રાહત અને જરૂરી કોઈપણ સહાય માટે સંકલન કરી રહી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">