બેંગ્લોર (Bangalore)ની છ શાળાઓમાં બોમ્બ (Bomb)ની ધમકીભર્યો ઈમેઈલ આવતા ગભરાહટનો માહોલ બની જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તમામ છ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન, સવારે 11 વાગ્યે, એક ઈમેઈલ આવ્યો હતો કે શાળાના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સર્ચ ઓપરેશનમાં ક્યાંયથી વિસ્ફોટક સામગ્રી મળી નથી. પોલીસે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ ઘટતા તમામ શાળાઓ ખોલવામાં આવી છે અને છ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યાંજ ઈમેલ આવ્યા હતા.
1. DPS Varthur 2. Gopalan International School 3. New Academy School 4. St. Vincent Paul School 5. Indian Public School Govindpura 6.Ebenezer International School, electronic city.
પોલીસ કમિશનરે કહ્યું કે સમગ્ર ઘટનાની પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે તેમણે કહ્યું કે બેંગ્લોરની બહારની ચાર શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી છે, અમારી સ્થાનિક પોલીસ તેની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસ માટે ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે.
આ શાળાઓને એક અનામી ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે તેઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. પોલીસ એક્શનમાં આવી અને શાળાઓની મુલાકાત લીધી. ટેકનિકલ ટીમ પણ ઈમેઈલની તપાસ કરી રહી છે.
શાળાઓના અનામી સરનામાંઓથી મોકલવામાં આવેલ ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે ધમકીને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને મજાક તરીકે ન ગણવી જોઈએ. પોલીસ આ ધમકીને હળવાશથી ન લે. જો તમે આમ કરશો તો મૃત્યુ માટે તમે જવાબદાર હશો.
શાળાને મોકલેલ મેઈલની નકલ નીચે જુઓ
આ પણ વાંચો :Solar City: દેશમાં સ્માર્ટ સીટી બાદ હવે સોલાર પ્લાન્ટ મિશનમાં પણ સુરત અગ્રેસર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-