બોલીવુડ ડ્રગ્સ કેસનો તપાસનો રેલો ગાંધીનગર પહોંચ્યો, NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ફોરેન્સિક લેબમાં મોકલ્યા

  • Publish Date - 2:13 pm, Tue, 15 December 20
બોલીવુડ ડ્રગ્સ કેસનો તપાસનો રેલો ગાંધીનગર પહોંચ્યો, NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ફોરેન્સિક લેબમાં મોકલ્યા

મુંબઇમાં બોલીવૂડના ડ્રગ્સ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. બોલીવૂડમાં ડ્રગ્સ કનેક્શનને લઇ NCB તપાસ કરી રહી છે. ત્યારે મુંબઇ NCBએ મોબાઇલ, લેપટોપ સહિત 85 સાધનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. જેમાં દિપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિતના સ્ટાર્સ પણ સામેલ છે. ફોરેન્સિક લેબમાં આ તમામ સાધનોમાંથી ડેટા રિકવર કરવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા 45 દિવસમાં મોકલેલા 30 મોબાઇલ ફોનમાંથી ડેટા બહાર કાઢ્યા બાદ આ તમામ મોબાઇલ મુંબઇ NCBને પરત કરી દેવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, જે ડેટા અત્યાર સુધી રિકવર થયા છે તેમાંથી વોઇસ ક્લિપ, વીડિયો ક્લિપ, ચેટ મેસેજ ઉપરાંત કેટલાક શંકાસ્દ મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મુંબઇમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ સેમ્પલ પણ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવશે.

 

જે લોકોના સાધનો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ સેલિબ્રિટીઓના મોબાઇલ છે. આ મોબાઇલમાં ઘણા રાઝ છે. NCBને આશા છે કે, આમાંથી મોટામોટા ડ્રગ્સ પેડલર્સના નંબર પણ મળશે. આ ઉપરાંત લેપટોપ, ટેબલેટ્સ અને પેન ડ્રાઇવની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, રિયા ચક્રવર્તી, તેનો ભાઇ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દિપિકા પાદૂકોણ સહિતના લોકોના મોબાઇલમાંથી ઘણા રાઝ ખુલે એમ છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati