અઢી વર્ષ બાદ મંગળવારથી ફરી ઉડાન ભરશે Boing 737 Max પ્લેન, આ કારણે લાગ્યો હતો પ્રતિબંધ

બોઈંગ મેક્સ વિમાનો ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા છેલ્લા અઢી વર્ષથી ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા.

અઢી વર્ષ બાદ મંગળવારથી ફરી ઉડાન ભરશે Boing 737 Max પ્લેન, આ કારણે લાગ્યો હતો પ્રતિબંધ
Boing 737 Max

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Union Ministry of Civil Aviation) બોઈંગ 737 મેક્સ (Boeing 737 MAX)ને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ આ વિમાન 2.5 વર્ષ બાદ આવતીકાલે એટલે કે મંગળવારે પ્રથમ ઉડાન ભરશે. આ વર્ષે 26 ઓગસ્ટ 2021ના રોજ કંપનીના આ વિમાનોને ફરીથી પેસેન્જર ફ્લાઈટ તરીકે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. બોઈંગ મેક્સ વિમાનો ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા છેલ્લા અઢી વર્ષથી ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા.

 

 

DGCAએ 19 માર્ચ 2019ના રોજ અમેરિકી વિમાન કંપની બોઈંગ મેક્સ 737 (Boeing 737 MAX)ના ભારતમાં ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેનું કારણ એ હતું કે 10 માર્ચ 2019એ ઈથોપિયા એરલાઈન્સ (Ethiopia Airlines)નું બોઈંગ 737 મેક્સ (Boeing 737 MAX) અદીસ અબાબાની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ચાર ભારતીયોના મોત થયા હતા. આ સિવાય તે સમયે દુનિયાભરમાંથી બોઈંગ 737 મેક્સમાં વિવિધ ટેકનિકલ ખામીના અહેવાલો આવી રહ્યા હતા.

 

 

થોડા ટેક્નિકલ ફેરફાર કરવામાં આવ્યા

બોઈંગ 737 મેક્સ તરફથી તેને લઈને તપાસ પણ કરાવવામાં આવી હતી. તપાસમાં બોઈંગ 737 મેક્સ ફિટ હોવાનું જણાયું હતું. ત્યારબાદ જ્યાં પણ બોઈંગ 737 મેક્સની સેવાઓ હતી, ત્યાં એવિએશન રેગ્યુલેટર્સના દિશાનિર્દેશો મુજબ આ કોમર્શિયલ પ્લેનમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.

પાયલટને ખાસ ટ્રેનિંગ

બોઈંગ 737 મેક્સ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમનું એરક્રાફ્ટ તકનીકી રીતે ખૂબ વિકસિત છે. તેના માટે પાયલટને ખાસ ટ્રેનિંગની પણ જરૂરિયાત છે. ત્યારે કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઈટ દરમિયાન પાયલોટ દ્વારા દર્શાવવામાં આવેલી કોઈપણ ટેક્નિકલ ખામીને સમયસર સુધારી લેવામાં આવી છે.

 

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર કર્યા નવા નિયમો,હવે કોલેજ અને યુનિવર્સિટી પરિસરમાં હેલ્મેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ

 

આ પણ વાંચો: MSP પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની અપીલ, ખેડૂતો આંદોલન સમાપ્ત કરી ઘરે પાછા ફરે, સરકાર MSP પર કરશે વિચાર

 

આ પણ વાંચો: Maharashtra: મુખ્યમંત્રી રાહત ફંડના કોવિડ ખાતામાં 606 કરોડ રૂપિયા બચ્યા, જાણો સરકારે અત્યાર સુધી કેટલા રૂપિયા ખર્ચા કર્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati