જયપુરમાં BJP ની ઉચ્ચ સ્તરીય બેઠક, PM મોદી કરશે સંબોધન

જયપુરમાં BJP ની ઉચ્ચ સ્તરીય બેઠક, PM મોદી કરશે સંબોધન
PM Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બીજેપીના રાષ્ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓને વર્ચ્યૂઅલી સંબોધન કરશે. ભાજપા રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક જયપુરમાં 19મી મેના રોજ પ્રારંભ થઈ છે. જે 21 તારીખ સુધી ચાલશે.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 20, 2022 | 7:11 AM

(BJP Meeting In Jaipur) બીજેપીના રાષ્ટ્રીય પદાધિકારીઓની ત્રણ દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ (J.P. Nadda) જે.પી.નડ્ડા ગુરૂવારે જયપુર પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે તેમનું ભાજપાના પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયા, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ હેઠળ આજે પ્રધાનમંત્રી મોદી (PM Modi )સવારે 10 વાગ્યે બીજેપીના રાષ્ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓને વર્ચ્યૂઅલી સંબોધિત કરશે.

હોટલમાં ભાજપાના પદાધિકારીઓની ચાર સત્રમાં બેઠક થશે. અને સમાપન સત્રને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સંબોધિત કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે જયપુરના બિરલા સબાગૃહમાં નડ્ડા પ્રબુદ્ધજનોને સંબોધિત કરશે. જણાવી દઇએ કે બાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક તારીખ 19થી આમેર વિધાનસભા ક્ષેત્રની હોટલે લીલા પેલેસ કૂકસમાં આયોજિત થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ 19મેના રોજ સાંજે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવનોની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી મોદી આજે 10 વાગ્યે કરશે સંબોધન

પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને આજે 10 વાગ્યે ડિજિટલ માધ્યમથી સંબોધશે. ભાજપના મહાસચિવો તથા પ્રદેશ પ્રભારી અરૂણ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પદાધિકારીઓની મુખ્ય બેઠક 20મી મેના રોજ થશે. જેમાં ચાર સત્ર્ હશે. અને જે.પી.નડ્ડાના સંબોધન સાથે બેઠકનું સમાપન થશે. તો 21મી મેના રોજ રાષ્ટ્રીય મહાસચિવો(સંગઠન)ની બેઠક થશે.

બેઠકમાં દેશની પરિસ્થિતિઓ અંગે થશે ચર્ચા

મીડિયા સાથે વાતચીત કરતા અરૂણ સિંહે જણાવ્યું હતું કે બેઠકમાં દેશના રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા થશે. પાર્ટીના દરેક બૂથને મજબૂત કરવા અંગે પણ ચર્ચા થશે. બેઠકમાં પક્ષના પદાધિકારીઓ સહિત રાષ્ટ્રીય સ્તરના મહાસચિવો, કોષાધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને પ્રદેશાધ્યક્ષ સહિત 136 પદાધિકારીઓ સામેલ થશે. સાથે જ આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

બુધવારે મળી હતી રાજસ્થાન કોર કમિટીની બેઠક

બુધવારે સાંજે રાજસ્થાન કોર કમિટીની બેઠક પણ મળી હતી. આ કમિટી બેઠક ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, પ્રદેશ મહાસચિવ સંગઠનના ચંદ્રશેખર, વિધાનસભામાં પ્રતિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કૈલાશ ચૌધરી તથા વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ માથુર , તેમજ રાષ્ટ્રીય મહાસચિવ અલકા ગુર્જર સહિતના નેતાઓ સહભાગી થયા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati