Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપનો રોડ મેપ તૈયાર, PM મોદીના પ્રવાસ અને કાર્યક્રમને લઈ નેતાઓની એક ટીમ બનાવી

વડાપ્રધાનની મોદીની (PM Modi) મુલાકાતો અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, રાજ્યોમાં સમાન ટીમ બનાવવામાં આવશે જેથી કેન્દ્ર અને રાજ્યની ટીમો સાથે મળીને પીએમના તમામ કાર્યક્રમો કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ કરી શકે.

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપનો રોડ મેપ તૈયાર, PM મોદીના પ્રવાસ અને કાર્યક્રમને લઈ નેતાઓની એક ટીમ બનાવી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 3:11 PM

પાંચમાંથી ચાર રાજ્યોમાં મોટી જીત મેળવ્યા બાદ ઉત્સાહિત ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections 2024) મોટી જીત હાંસલ કરવા માટે રોડ મેપ બનાવ્યો છે. 2024માં ભાજપને મોટી જીત અપાવવાની જવાબદારી ભાજપના સ્ટાર પ્રચારક અને સૌથી મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) લીધી છે. આ માટે, આગામી એક વર્ષ સુધી પીએમની ઘણી મુલાકાતો હશે, જેને વહીવટી, પક્ષના કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો દ્વારા લાગુ કરવામાં આવશે. આ મુલાકાતો ગોઠવવા માટે ભાજપે એક ટીમની રચના કરી છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને તેના કન્વીનર અને રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહાને સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે.

પીએમની આ રેલીઓની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સચિવ અરવિંદ મેનનને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીમાં મહિલાઓની ભાગીદારી હેઠળ રાષ્ટ્રીય સચિવ અલકા ગુર્જર પણ આ જૂથનો એક ભાગ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના પૂર્વ સંગઠન મંત્રી પ્રદ્યુમન કુમાર, બીજેપી નેતા રાજ કુમાર પુલવારિયા અને યુવા મોરચાના મહાસચિવ રોહિત ચહલને પણ સામેલ કરવામાં આવ્યા છે.

પીએમના કાર્યક્રમને લઈને રાજ્યોમાં પણ ટીમ બનાવવામાં આવશે

વડાપ્રધાનની મુલાકાતો અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, રાજ્યોમાં સમાન ટીમ બનાવવામાં આવશે જેથી કેન્દ્ર અને રાજ્યની ટીમો સાથે મળીને વડાપ્રધાનના તમામ કાર્યક્રમો કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ કરી શકે. જો કે આ મુલાકાત અને આ રેલીઓ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા હજુ પૂરી રીતે તૈયાર થઈ નથી, પરંતુ આખા વર્ષ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પીએમ દેશના દરેક ભાગને સ્પર્શ કરશે તે નિશ્ચિત છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પીએમ મોદીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 142 રેલીઓ કરી હતી

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 142 રેલીઓ કરી હતી અને લગભગ એક લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાત પર વિશેષ ધ્યાન આપ્યું. તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા 11 એપ્રિલથી 19 મે 2019 સુધી દેશભરમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ 303 બેઠકો જીતી હતી. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી. જેના કારણે પીએમ મોદી સતત બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. ભાજપ પછી કોંગ્રેસ ગઠબંધન બીજા ક્રમે હતું, જેણે 52 બેઠકો કબજે કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">