Corona Blast in Delhi: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બાદ ભાજપ સંસદ મનોજ તિવારી પણ કોરોના પોઝિટીવ

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ (CM Kejriwal) બાદ હવે ભાજપ સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) પણ કોરોના પોઝિટીવ થયા છે.

Corona Blast in Delhi: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બાદ ભાજપ સંસદ મનોજ તિવારી પણ કોરોના પોઝિટીવ
BJP MP Manoj Tiwari (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 12:37 PM

દિલ્હી (Delhi)માં એક વખત ફરી કોરોનાનું સંક્રમણ (Corona Virus) ઝડપથી ફેલાઈ રહ્યું છે. સામાન્ય માણસ સિવાય હવે નેતાઓ પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ (CM Kejriwal) બાદ હવે ભાજપ સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) પણ કોરોના પોઝિટીવ થયા છે. તેમને જણાવ્યું કે પ્રાથમિક લક્ષણ સામે આવ્યા બાદ તે આઈસોલેટ થઈ ગયા છે.

ભાજપ સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કરી પોતાને સંક્રમિત થવાની જાણકારી આપી છે. મનોજ તિવારીએ જણાવ્યું કે બે દિવસ પહેલા 2 જાન્યુઆરી રાત્રે જ તબિયત ખરાબ હતી. સામાન્ય તાવ અને શરદીના કારણે હું ગઈ કાલે ઉત્તરાખંડ-રુદ્રપુર પ્રચાર માટે પણ જઈ શક્યો નહોતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટેસ્ટમાં આજે પોઝિટીવ આવ્યો છું. સર્તકતા રાખતા પોતાને આઈસોલેટ કરી દીધો છે. સાંસદ મનોજ તિવારીએ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અને આઈસોલેટ કરવાની અપીલ કરી છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ થયા કોરોના પોઝિટીવ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ થયા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર આ માહિતી આપી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ટ્વિટર પર કેજરીવાલે કહ્યું કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ ઘરે આઇસોલેટ છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવા અને કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા છે. તેઓ કૃપા કરીને આઇસોલેટ કરો અને તમારો ટેસ્ટ કરાવો.

દિલ્હીમાં ઓમિક્રોનના કેસમાં વધારો

દિલ્હીના આરોગ્ય વિભાગના બુલેટિનમાં સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 4,099 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે રાષ્ટ્રીય રાજધાનીમાં પોઝિટિવ દર 6.46 ટકા પર લઈ જાય છે. દિલ્હીમાં સક્રિય કેસ વધીને 10,986 થઈ ગયા છે અને અત્યાર સુધીમાં COVID-19 કેસની કુલ સંખ્યા 14,58,220 થઈ ગઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંબંધિત કોઈ મૃત્યુ થયું નથી. તમને જણાવી દઈએ કે સીએમ અરવિંદ કેજરીવાલ 30 ડિસેમ્બરથી દિલ્હીની બહાર હતા, તેઓ ગઈકાલે જ પરત ફર્યા છે.

આા પણ વાંચો: Mumbai Corona Lockdown: મુંબઈમાં આ દિવસે લાગશે લોકડાઉન? BMC કમિશ્નરે આપ્યું નિવેદન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">