
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે સ્પેશિયલ 8 ટીમ બનાવી છે, જે વિપક્ષી પાર્ટીઓની મુશ્કેલીઓ વધારવાનું કામ કરશે. ભાજપે મિશન-2024ને લઈ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મંગળવારે પાર્ટી ઓફિસમાં બેઠક કરી. આ દરમિયાન લોકસભા ચૂંટણી માટે અલગ અલગ કમેટી બનાવવા માટે 8 નેતાઓની પસંદગી કરી છે. વિપક્ષી પાર્ટીઓને તોડવાની યોજના બનાવી છે, જેના માટે એક કમિટી બનાવવામાં આવી છે. ભાજપે કોંગ્રેસ, સપા, બસપા, આરએલડી, જેડીયૂ સહિત અન્ય વિપક્ષી પાર્ટીમાંથી પ્રભાવશાળી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાની ઝુંબેશ હાથ ધરશે.
ભાજપે મિશન-2024 માટે સૌથી મહત્વની રણનીતિનો ભાગ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની સાથે સામેલ કરવાનો બનાવ્યો છે. તેના માટે બે સભ્યની કમિટી બનાવવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અસમના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા સરમાને જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય લોકસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મહાસચિવ વિનોદ તાવડે, તરૂણ ચૂગ અને સુનિલ બંસલને અલગ અલગ જવાબદારી સોંપવાની રણનીતિ બનાવી છે. આ આઠ નેતા ભાજપના નેતૃત્વના સૌથી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે અને આ ઝુંબેશને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશની તમામ મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને જે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા લોકોને પોતાની સાથે જોડવા માટે એક મેગા અભિયાન ચલાવવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગરૂપે ભાજપે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને સામેલ કરીને તેમનું મનોબળ તોડવાની રણનીતિ બનાવી છે. જેને અમલીકરણ કરવાનું કામ આ આઠ સભ્યની કમિટી કરશે. ભાજપ પોતાની આ રણનીતિથી ઉત્તરપ્રદેશથી લઈ ઘણા રાજ્યમાં ચૂંટણી જંગ જીતી ચૂકી છે અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં આ નીતિ અપનાવવા જઈ રહી છે, જેથી સત્તા સંભાળવાની હેટ્રિક લગાવી ઈતિહાસ રચી શકાય.
ભાજપે પોતાની નવી રણનીતિ મુજબ ઝડપથી જ ઘણા મોટા નેતાઓને પોતાની સાથે સામેલ કરીને બીજી પાર્ટીને નબળી બનાવી 2024 માટે મજબૂત ટીમ બનાવી રહી છે. પાર્ટીએ આ ઝુંબેશ હેઠળ યુપીમાં બીજી પાર્ટીના નેતાઓને થોડા દિવસ પહેલા જ સામેલ કર્યા હતા. ભાજપનું મિશન દોસ્તી અભિયાન હેઠળ તે તમામ લોકોને જોડવાનું છે, જે તેમની સાથે ખભો મિલાવીને પાર્ટીને મજબૂત કરી શકે.
ભાજપની બીજી પાર્ટીના નેતાઓને પોતાની સાથે જોડીને 2024માં પોતાને મજબૂત કરવાની રણનીતિ છે. આ રીતે પાર્ટી દરેક પ્રકારના રાજકીય સમીકરણોને પણ જોડીને આગળ વધવાની તૈયારી કરી રહી છે, જેની હેઠળ જ બે સભ્યની કમિટી બનાવવામાં આવી છે, ત્યારે વિપક્ષી પાર્ટીમાંથી કોઈ નેતા જો ભાજપમાં આવે છે તો તેનો નિર્ણય ભૂપેન્દ્ર યાદવ અને હેમંત બિસ્વા સરમા કરશે.
ત્યારે અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, મહાસિચવ વિનોદ તાવડે, તરૂણ ચુગ અને સુનિલ બંસલને 2024ની લોકસભા ચૂંટણી માટે બીજી કમિટીમાં રાખવામાં આવ્યા છે. ભાજપમાં કોને લેવા અને કોને નહીં તે નિર્ણય ભૂપેન્દ્ર યાદવ અને હેમંતા બિસ્વા સરમા કરશે તો ચૂંટણી કેમ્પેઈનથી લઈને કમિટીઓની જવાબદારી અન્ય 6 સભ્યને સોંપવામાં આવી છે. આ રીતે ભાજપે પોતાની ટીમ 8 દ્વારા 2024ને જીતવાનો પ્લાન બનાવ્યો છે.