Puducherry માં ભાજપના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનવા જઈ રહી છે: અમિત શાહ

પુડુચેરીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, હું મારા રાજકીય અનુભવના આધારે કહેવા માંગુ છું કે, આગામી ચૂંટણીમાં પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બનવાની છે.

Puducherry માં ભાજપના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનવા જઈ રહી છે: અમિત શાહ
Amit Shah (File Image)
Follow Us:
| Updated on: Feb 28, 2021 | 1:23 PM

પુડુચેરીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, હું મારા રાજકીય અનુભવના આધારે કહેવા માંગુ છું કે, આગામી ચૂંટણીમાં પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બનવાની છે. તેમણે કહ્યું કે અહીં 115 થી વધુ યોજનાઓ દ્વારા નરેન્દ્ર મોદીએ પુડુચેરીના સર્વાંગી વિકાસ માટે પગલા ભર્યા છે.

અમિત શાહે કહ્યું હતું કે, મહાકવિ સુબ્રમણ્યમ ભારતી ઘણા લાંબા સમય સુધી અહીં રહ્યા હતા અને શ્રી અરબિંદોએ આધ્યાત્મિક યાત્રા શરૂ કરી ત્યારે તેમણે પુડુચેરીના આ સ્થાનથી પોતાની જીવનયાત્રા આગળ ધપાવવાનું પસંદ કર્યું. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપે અહીં તેમની સરકાર ઉથલાવી. તમે મુખ્યપ્રધાન એવા વ્યક્તિને બનાવ્યા, જેમણે અનુવાદમાં પણ તેમના મોટા નેતા સામે જૂઠું બોલ્યા હતા.

અમિત શાહે કહ્યું કે, ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. રાજવંશ અને વંશવાદને કારણે કોંગ્રેસ પક્ષ માત્ર પુડુચેરીમાં જ નહીં, પરંતુ આખા દેશમાં વેર-વિખેર થઈ રહ્યો છે. નારાયણસામીની સરકારે પુડુચેરીમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ભારત સરકાર દ્વારા વિકાસ માટે 15,000 કરોડ રૂપિયા મોકલાયા છે. શું આ પૈસા તમારા સુધી પહોચ્યા છે? નારાયણસામીની સરકારે આ 15,000 કરોડ રૂપિયા ગાંધી પરિવારની સેવામાં દિલ્હી મોકલ્યા છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે પુડુચેરીના વિકાસ માટે ઘણા કામ કર્યા છે. પુડુચેરીમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે ઉડાન યોજનાના ભાગ રૂપે પુડુચેરીને બેંગલુરુ અને હૈદરાબાદ સાથે જોડવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">