યુપી પંચાયત ચુંટણી માટે ભાજપે ઘડી રણનીતિ, ૯૮ પ્રભારીઓના નામ જાહેર કર્યા

ભાજપ( BJP) ની દરેક ચુંટણીને ગંભીરતાથી લડી રહ્યું છે. યુપી પંચાયત ચુંટણી-૨૦૨૧ માટે એક તરફ જ્યાં અલગ અલગ રાજકીય દળો ભાવી ઉમેદવારો માટે અનામત સૂચીની રાહ જોઈ રહ્યા છે.

યુપી પંચાયત ચુંટણી માટે ભાજપે ઘડી રણનીતિ, ૯૮ પ્રભારીઓના નામ જાહેર કર્યા

ભાજપ( BJP) ની દરેક ચુંટણીને ગંભીરતાથી લડી રહ્યું છે. યુપી પંચાયત ચુંટણી-૨૦૨૧ માટે એક તરફ જ્યાં અલગ અલગ રાજકીય દળો ભાવી ઉમેદવારો માટે અનામત સૂચીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભાજપે ( BJP) જીતવા માટે સંપૂર્ણ રણનીતિ બનાવી લીધી છે.  આ જ ક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે પ્રદેશના પાર્ટીના ૯૮ સંગઠનાત્મક જિલ્લા પ્રભારીની જાહેરાત કરી છે. તેની સાથે આ પ્રભારીઓને પોત પોતના ક્ષેત્રમાં જવા માટે કહી દેવામાં આવ્યું છે.

પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા લીસ્ટ મુજબ નોઈડાના ધારાસભ્ય પંકજસિંહને મેરઠ મહાનગર અને જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય પાલસિંહ તોમરને બીજનોરના જિલ્લા પ્રભારી તો રાજયસભા સાંસદ કાંતા કર્દમને સહારનપુર મહાનગર અને સુરેન્દ્ર નાગરને મુરાદાબાદ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જયારે ગોરખપુર ક્ષેત્રમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નીલમ સોનકરને ગોરખપુર મહાનગર અને જિલ્લા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાજપે યુપી પંચાયત ચુંટણી માટે ભાજપે બ્લોક સ્તરીય બેઠકો પણ શરૂ કરી દીધી છે. આ બેઠકોનો સીલસીલો ત્રણ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. જેમાં પ્રદેશના તમામ ૧૬૦૦ સંગઠનાત્મક ગ્રામીણ મંડળોમાં આ બેઠક યોજવવાની છે. આ બેઠકોના માધ્યમથી ભાજપ દરેક કાર્યકર્તા સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati