Bipin Rawat Halicopter Crash: હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી મળતા જ મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું, પ્રશાસનિક બેઠક કરી પૂરી

CDS બિપિન રાવત આજે ભારતીય વાયુસેનાના ચોપર (Bipin Rawat Latest Update) સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું ચોપર કુન્નૂરમાં ક્રેશ થયું છે.

Bipin Rawat Halicopter Crash: હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી મળતા જ મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું, પ્રશાસનિક બેઠક કરી પૂરી
West Bengal Chief Minister Mamata Banerjee and Bipin Rawat (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 6:35 PM

Bipin Rawat Halicopter Crash: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) એ બુધવારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat) ને લઈ જઈ રહેલા આર્મીના હેલિકોપ્ટરના દુર્ઘટનાની માહિતી મળતાં વહીવટી સમીક્ષા બેઠક અધવચ્ચે જ રદ કરી દીધી હતી. આ હેલિકોપ્ટર તમિલનાડુ (Tamil Nadu)માં ક્રેશ થયું છે. સભા સ્થળ છોડીને મુખ્યમંત્રીએ કહ્યું કે અમને એક દુઃખદ સમાચાર મળ્યા છે. મને આઘાત લાગ્યો છે મારી પાસે મારું દુ:ખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. હું આ મીટિંગ સમાપ્ત કરી રહ્યો છું.

જણાવી દઈએ કે જનરલ રાવતને લઈ જતું ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર બુધવારે કુન્નુર (Coonoor) પાસે ક્રેશ થયું હતું. એક મિડયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત સ્થળ પરથી 13 મૃતદેહો મળી આવ્યા છે. જેમાં પાછળથી જનરલ રાવતના મૃત્યુના સમાચાર અંગે ભારતીય વાયુ સેનાએ પુષ્ટિ કરી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એક ટ્વિટમાં, મુખ્યમંત્રીએ કહ્યું, “કુન્નૂરથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. આજે આખો દેશ CDS જનરલ બિપિન રાવત અને હેલિકોપ્ટરમાં સવાર તેમના પરિવારના સભ્યો સહિત અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. હું આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલદી સાજા થાય તેવી કામના કરું છું.

CDS બિપિન રાવત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વેલિંગ્ટન જઈ રહ્યા હતા. જણાવી દઈએ કે CDS બિપિન રાવત આજે ભારતીય વાયુસેનાના ચોપર (Bipin Rawat Latest Update) સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું પ્લેન કુન્નૂરમાં ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. તમને જણાવી દઈએ કે વિપિન રાઉતના વલણથી દુનિયા પરિચિત છે. તે ઘણીવાર પાકિસ્તાન અને ચીન વિશે કડક નિવેદનો આપે છે. સીડીએસ રાવત જ્યારે આર્મી ચીફ હતા ત્યારે પણ તેમનું સ્ટેન્ડ કડક હતું. પાકિસ્તાન તેના નામથી થર થર ધ્રૂજતું હતું. CDS રાવતના હેલિકોપ્ટરના ક્રેશના સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે.

આ પણ વાંચો: SURENDRANAGAR : યુવતી સાથે વાતચીત કરવામાં યુવકને મળ્યું મોત, બે હત્યારાઓ પોલીસ સકંજામાં

આ પણ વાંચો: BIG BREAKING: CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મોત, વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">