કોરોના સામેના યુદ્ધમાં બૂસ્ટર ડોઝ લાવવાની તૈયારી, ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ બાયોલોજીકલ ઈ એકત્રિત કરી રહી છે ડેટા

રસી મંજૂર થયા પછી તરત જ જાહેર કરાયેલા નિવેદનમાં, બાયોલોજિકલ ઈ એ જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે આ રસીના 1 અરબથી વધુ ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

કોરોના સામેના યુદ્ધમાં બૂસ્ટર ડોઝ લાવવાની તૈયારી, ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ બાયોલોજીકલ ઈ એકત્રિત કરી રહી છે ડેટા
Corona Vaccine (indicative photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 12:07 AM

રસી ઉત્પાદક બાયોલોજિકલ ઇ. લિમિટેડ (Biological E. Ltd.) એ તેની કોવિડ-19 રસી ‘કોર્બેવેક્સ’ (Corbevax) ને મંજૂરી મળ્યા બાદ કહ્યું છે કે તે મંજૂરીના આધારે બૂસ્ટર ડોઝના અભ્યાસ માટે પણ વ્યવસ્થિત ડેટા તૈયાર કરી રહી છે. એક સમાચાર એજન્સીના સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ મંગળવારે ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં કોર્બેવેક્સ રસીના ઉપયોગની મંજૂરી આપી હતી. આ ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત પ્રોટીન આધારિત કોવિડ રસી (protein based covid vaccine) છે.

બાયોલોજિકલ ઈ તેની કોવિડ-19 રસી કોર્બેવેક્સનું ઉત્પાદન દર મહિને 75 મિલિયન ડોઝના દરે કરવાની યોજના ધરાવે છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022થી તે દર મહિને Corbevax રસીના 100 મિલિયનથી વધુ ડોઝ બનાવવાની સ્થિતિમાં હશે. જો આમ થશે તો તે તેના વચન મુજબ ભારત સરકારને 30 કરોડ ડોઝ સપ્લાય કરી શકશે.

રસી મંજૂર થયા પછી તરત જ જાહેર કરાયેલા નિવેદનમાં, બાયોલોજિકલ ઈ એ જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે આ રસીના 1 અરબથી વધુ ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બાયોલોજિકલ ઇએ કહ્યું, “અમે દર મહિને 7.5 કરોડ ડોઝની ઝડપે ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરવા માંગીએ છીએ. ફેબ્રુઆરીથી અમારો ઉત્પાદન દર 10 કરોડ ડોઝ પ્રતિ મહીનો થઈ જવાની આશા છે. આમ થવા પર અમે ભારત સરકારને આપેલા વચન અનુસાર, 30 કરોડ ડોઝની સપ્લાય કરી શકીશું.”

આ રસી ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના વેક્સીન ડેવલપમેન્ટ સેન્ટરના સહયોગથી બાયોલોજિકલ ઇ. લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સાસના હ્યુસ્ટન સ્થિત બેલર કોલેજ ઓફ મેડિસિને પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કોવિશિલ્ડની તુલનામાં વધારે પ્રતિરોધક ક્ષમતા – કંપની

સીડીએસસીઓએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિડ-19 રસી ‘કોવોવેક્સ’ને પણ મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે, દેશમાં ઈમરજન્સીમાં ઉપયોગમાં લેવાતી એન્ટી-કોવિડ-19 રસીની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની ‘કોવિશિલ્ડ’, ભારત બાયોટેકની ‘કોવેક્સિન’, ઝાયડસ કેડિલાની ‘ઝાયકોવ-ડી’, રશિયાની ‘સ્પુટનિક વી’ અને અમેરિકાની ‘મોડેર્ના’ અને ‘જોન્સન એન્ડ જોન્સન’ આ છ રસી છે. જે ઈમરજન્સી ઉપયોગ માટે પહેલેથી જ મંજૂર કરવામાં આવી છે.

કૉર્બેવેક્સ એ તેના ક્લિનિકલ ટ્રાયલના બે રાઉન્ડ પૂર્ણ કર્યા છે. જેમાં ભારતમાં 33 સ્થળોએ 18-80 વર્ષની વયજૂથના 3,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કંપનીએ કહ્યું કે આ ટ્રાયલ્સમાં રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના મતે, કોર્બેવેક્સ કોવિશિલ્ડની તુલનામાં પ્રતિરોધક ક્ષમતા બતાવવામાં ઘણી આગળ હતી.

આ પણ વાંચો :  India GDP Growth Rate: ICRAનું અનુમાન, જાણો આ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ કેટલો રહેશે 

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">