મહિલાઓની લગ્નની ઉંમર વધારવાનું બિલ લોકસભામાં રજૂ કરાયુ, વિપક્ષના હોબાળા વચ્ચે સંસદીય પેનલને મોકલાયુ બીલ

રાજ્યસભામાં (Rajya Sabha) વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ 2021 (Election Act Amendment Bill 2021) દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ (Law Minister Kiren Rijiju) કહ્યું કે, માત્ર બોગસ મતદારોનો ઉપયોગ કરનારા જ આ બિલનો વિરોધ કરશે.

મહિલાઓની લગ્નની ઉંમર વધારવાનું બિલ લોકસભામાં રજૂ કરાયુ, વિપક્ષના હોબાળા વચ્ચે સંસદીય પેનલને મોકલાયુ બીલ
Union Minister for Women and Child Development Smriti Irani (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:01 PM

મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માટેનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સભ્યોના ભારે વિરોધ વચ્ચે આ બિલને સંસદીય પેનલને (Parliamentary panel) મોકલવામાં આવ્યું હતું. બાળ લગ્ન નિષેધ સુધારણા બિલ 2021 (Child Marriage Prohibition Amendment Bill 2021) રજૂ કરતી વખતે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Union Minister Smriti Irani) લોકસભાના સ્પીકરને 9Speaker of the Lok Sabha) આ બિલ સંસદીય પેનલને મોકલવા વિનંતી કરી હતી.. અગાઉ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Union Minister for Women and Child Development Smriti Irani) લોકસભામાં બાળ લગ્ન પ્રતિબંધ (સુધારા) બિલ, 2021 રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ માટે લગ્ન કરવાની વય કાયદાકીય રીતે 18 વર્ષથી વધારીને લઘુત્તમ વય 21 વર્ષ સુધી વધારવાની જોગવાઈ સુચિત છે.

લોકસભામાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, બીજુ જનતા દળ, શિવસેના અને કેટલાક અન્ય વિપક્ષી દળોએ, બાળ લગ્ન પ્રતિબંધ (સુધારા) બિલ, 2021ની રજૂઆતનો ભારે વિરોધ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું હતું અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. આ બિલ પાસ થવાથી મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર પુરૂષો જેટલી થઈ જશે. આ બિલને વધુ ચર્ચા અને તપાસ માટે સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું છે.

આ ઉપરાંત, વિપક્ષી સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે, ગૃહે ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ એન્ડ કંપની સેક્રેટરીઝ (સુધારા) બિલ, 2021’ (Chartered Accountants, Cost and Works Accountants and Company Secretaries (Amendment) Bill, 2021 ‘) સ્થાયી સમિતિની વિચારણા માટે મોકલવાની મંજૂરી આપી. ગૃહમાં હોબાળો ચાલુ રહેતાં અધ્યક્ષે, લોકસભાની કાર્યવાહી બુધવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થયું વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ 2021 (Election Act Amendment Bill 2021)રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બોગસ મતદારોના ઘણા મામલા સામે આવી રહ્યા છે. અગાઉ અમારી પાસે બોગસ મતદારોને ખતમ કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. માત્ર બોગસ મતદારોનો ઉપયોગ કરનારા જ આ બિલનો વિરોધ કરશે. જો સાચા મતદાર હોય તો બિલનો વિરોધ કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનના જુઠ્ઠાણા પર ભારત સરકારનો પ્રહાર, નફરત ફેલાવનાર 20 YouTube ચેનલ, 2 વેબસાઇટ બ્લોક

આ પણ વાંચોઃ

કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની અપીલ અરજદારને ભારે પડી, કેરળ હાઈકોર્ટે લગાવ્યો એક લાખનો દંડ

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">