પેગાસસ મુદ્દે વિપક્ષને નીતિશ કુમારનુ સમર્થન, કહ્યુ તપાસ થવા સાથે સંસદમાં ચર્ચા થવી જોઈએ

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ, આ કેસની યોગ્ય તપાસ પણ થવી જોઈએ જેથી સત્ય લોકોની સામે આવે.

પેગાસસ મુદ્દે વિપક્ષને નીતિશ કુમારનુ સમર્થન, કહ્યુ તપાસ થવા સાથે સંસદમાં ચર્ચા થવી જોઈએ
Bihar Chief Minister Nitish Kumar

હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું પણ સમર્થન મળ્યું છે. બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે પેગાસસ કેસની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ટેલિફોન ટેપીંગના વિશે સાંભળી રહ્યા છીએ. આ કિસ્સામાં યોગ્ય તપાસ થવી જોઈએ. સોમવારે જનતા દરબાર સમાપ્ત થયા બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

જ્યારે  જાતિગત વસ્તી ગણતરી બાબતે પૂછ્યું કે શું બિહારમાં રાજ્ય સરકાર તેના સ્તરથી જાતિગત વસ્તી ગણતરી કરશે, તેના જવાબમાં બિહારના મુખ્યપ્રધાન  નીતીશ કુમારે કહ્યું કે આ વિકલ્પ હંમેશા ખુલ્લો રહેશે. તેમણે કહ્યું કે અમે આજે જાતિની વસ્તી ગણતરી માટે ફરી વિનંતી કરીશું. કરવું કે ન કરવું તે કેન્દ્ર સરકારને આધિન છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જાતિગત વસ્તી ગણતરીથી સમાજમાં તણાવ ફેલાશે, તે એકદમ ખોટું છે. દરેક વ્યક્તિ આનાથી ખુશ થશે.

પેગાસસ જાસૂસી કેસ અંગે પૂછવામાં આવેલા સવાલ પર બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું કે આવા કેસ સતત સામે આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તેની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું છે કે સમગ્ર મામલાની કાળજીપૂર્વક તપાસ કરી શકાય છે. નીતિશકુમારે વધુમાં કહ્યું છે કે તપાસ બાદ જ યોગ્ય પગલું ભરવું જોઈએ. શું થયું છે, શું નથી થયું, કેટલાક લોકો સંસદમાં આ મુદ્દો ઉઠાવવા બોલી રહ્યા છે.

મીડિયામાં પણ આ અંગે સતત ચર્ચાઈ રહ્યુ છે. લોકો જે રીતે સાંભળી રહ્યા છે, તેમની શંકાનુ નિરાકરણ થવુ જોઈએ. યોગ્ય તપાસ થવી જોઈએ. નીતીશ કુમારે કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ મુદ્દે સંસદમાં પણ ચર્ચા થવી જોઈએ, તપાસ પણ થવી જોઈએ. તેમણે એમ કહ્યું કે જ્યારે લોકો આટલા દિવસો સુધી સંસદમાં આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેની તપાસ થવી જોઈએ જેથી સત્ય બહાર આવે. લોકોની સામે સાચી વાત આવે.

Click on your DTH Provider to Add TV9 Gujarati