Cabinet Decision: કેબિનેટની બેઠકમાં સામાન્ય લોકોના હિતમાં લેવાયો મોટો નિર્ણય, 80 કરોડ લોકોને સીધો લાભ

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી પ્રતિ સદસ્ય 5 કિલો અનાજ ફ્રી આપવામાં આવશે.

Cabinet Decision: કેબિનેટની બેઠકમાં સામાન્ય લોકોના હિતમાં લેવાયો મોટો નિર્ણય, 80 કરોડ લોકોને સીધો લાભ
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 2:20 PM

CRWC અને CWC ના મર્જરને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નિ: શુલ્ક અનાજ યોજનામાં વધારાની ફાળવણી – નવેમ્બર સુધી યોજના ચાલુ રાખવા મંજૂરી પણ આપવામાં આવી છે. આનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે કોરોનાવાયરસની બીજી તરંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે રાશનકાર્ડ ધારકોને વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી ક્વોટા ઉપરાંત 5 કિલો મફત અનાજ આપવામાં આવશે.

કેબીનેટના નિર્ણય

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં Central Railside Warehouse Company અને Central Warehousing Corporation ના મર્જરને મજૂરી આવામાં આવી છે. આ માલ પરિવહનને વધુ સારું બનાવશે. આ ઉપરાંત, ખર્ચ ઘટાડવામાં પણ મદદ થશે. તેનાથી સરકારને વાર્ષિક 5 કરોડ રૂપિયાની બચત થશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM Gareeb Kalyan Ann Yojana) હેઠળ દિવાળી સુધી રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ ક્વોટા ઉપરાંત 5 કિલો નિ:શુલ્ક અનાજ મળશે.

80 કરોડ લોકોને થશે ફાયદો

કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી પ્રતિ સદસ્ય 5 કિલો અનાજ ફ્રી આપવામાં આવશે. જેમાં ચોખા અને ઘઉં શામેલ હશે. એટલે કે રેશનકાર્ડ ધારકોને દિવાળી સુધી કુલ 10 કિલો અનાજ મળશે.

સભ્ય દીઠ 10 કિલો રેશનમાંથી માત્ર 5 કિલો રેશન માટે જ મુલ્ય ચૂકવવું પડશે અને બાકીનું 5 કિલો રેશન મફત મળશે. આ રીતે, 4 સભ્યોના નામે રેશનકાર્ડ પર દિવાળી સુધી કુલ રેશન 20 કિલોને બદલે 40 કિલો કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર ભારતના 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલ્વેએ કરી મોટી જાહેરાત

આ પણ વાંચો: Delta Plus Variant: દેશમાં ચિંતાજનક 40 કેસો આવ્યા સામે, મહારાષ્ટ્ર-કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">