મોદી સરકારનો મોટો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યુઝિયમમાં મળશે ફ્રી એન્ટ્રી

આઝાદીના અમૃત પર્વને વિશેષ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લોકોમાં આઝાદીની ઉજવણીની ભાવના અને દેશભક્તિની ભાવના વધારવા કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યુઝિયમમાં મળશે ફ્રી એન્ટ્રી
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Aug 05, 2022 | 4:30 PM

ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi Ka Amrit Mahotsav) ઉજવી રહ્યું છે. સ્વતંત્રતાની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) તેમના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને દરેક ઘરે ત્રિરંગા ઉત્સવમાં ભાગ લેવાની અપીલ કરી છે. આ તહેવાર ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવે છે. આ ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તમામ સ્મારકો અને મ્યુઝિયમના મુલાકાતીઓ માટે 15 ઓગસ્ટ સુધી એન્ટ્રી ફ્રી કરી છે. મતલબ કે હવે આ સ્થળોએ જવા માટે ટિકિટ ખરીદવાની જરૂર નહીં પડે.

આઝાદીના અમૃત પર્વને વિશેષ બનાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લોકોમાં આઝાદીની ઉજવણીની ભાવના અને દેશભક્તિની ભાવના વધારવા કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ તહેવારને વિશેષ બનાવવા માટે 5થી 15 ઓગસ્ટ સુધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દેશના તમામ સ્મારકો, સંગ્રહાલયો અને પુરાતત્વીય સ્થળોમાં મુલાકાતીઓનો પ્રવેશ સંપૂર્ણપણે મફત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે આ સ્થળોની મુલાકાત લેવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

અમદાવાદ જિલ્લાના 23 અમૃત સરોવર ખાતે 15મી ઓગષ્ટે યોજાશે ધ્વજવંદન કાર્યક્રમ

અમદાવાદ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના 23 અમૃત સરોવર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ 23 અમૃત સરોવર પૈકી 16 સિંચાઈ વિભાગ સ્ટેટ હેઠળ અને 07 સિંચાઈ વિભાગ પંચાયત હેઠળ નિર્માણ પામેલા અમૃત સરોવર છે, એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઈલાબેન ચૌહાણ એ જણાવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઈલાબેન ચૌહાણે જણાવ્યું છે કે ”અમદાવાદ જિલ્લામાં કુલ 79 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. 15મી ઓગષ્ટ 2022ના રોજ જિલ્લાના 79 પૈકીના 23 અમૃત સરોવર ખાતે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઘ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.”

હર ઘર તિરંગા અભિયાનનું પણ આયોજન

આપને જણાવી દઈએ કે દેશમાં અને રાજ્યમાં આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વનીઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે  હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આ પર્વમાં ઉત્સાહ પૂર્વક સામેલ થવા ગુજરાત પણ તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati