કોંગ્રેસ માટે કેવુ રહેશે વર્ષ 2024? મોદી સામેનો મુકાબલો અને વિપક્ષી દળોને એકસાથે રાખવા સહિતના આ છે મોટા પડકારો
એક તરફ વડાપ્રધાન મોદી 2024માં જવાહરલાલ નેહરૂના 3 વખતના વડાપ્રધાનના રેકોર્ડની બરાબરી કરવાના છે તો લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે 138 વર્ષની સફરમાં સૌથી મુશ્કેલભરી રહેવાની છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ બીજી એક વખત ફરીથી સત્તામાં આવવાના પ્રયત્નમાં લાગ્યુ છે.

કોંગ્રેસ પોતાના રાજકીય ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસ 10 વર્ષથી દેશની સત્તાથી બહાર છે અને એક બાદ એક રાજ્યોની સત્તા ગુમાવી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાંથી સત્તા ગુમાવ્યા બાદ અને મધ્યપ્રદેશમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ માટે આગળનો રાજકીય રસ્તો વધુ મુશ્કેલીભર્યો બની રહ્યો છે. કોંગ્રેસે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે વિપક્ષી દળોની સાથે મળીને INDIA ગઠબંધન બનાવ્યું. ભાજપ માટે જીતની ગેરંટી બની ગયેલા પીએમ મોદીને ટક્કર આપવાનો પડકાર તો છે જ અને સાથે કોંગ્રેસને પ્રાદેશિક પક્ષો સાથે સંતુલન જાળવવાનો પડકાર છે.
કોંગ્રેસની કમાન બિનગાંધી પરિવારના સભ્ય મલ્લિકાર્જૂન ખડગેના હાથમાં છે તો 28 વિપક્ષી દળની સાથે મળીને INDIA ગઠબંધન બનાવી રાખ્યુ છે. કોંગ્રેસ માટે આગળનો રસ્તો આકરો છે, કારણ કે સહયોગી દળની વચ્ચે સીટ શેયરિંગ પર વાત જામી રહી નથી. ટીએમસી, આમ આદમી પાર્ટી, સપા અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેના અલગ ટેન્શન આપી રહ્યુ છે. એક તરફ વડાપ્રધાન મોદી 2024માં જવાહરલાલ નેહરૂના 3 વખતના વડાપ્રધાનના રેકોર્ડની બરાબરી કરવાના છે તો લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે 138 વર્ષની સફરમાં સૌથી મુશ્કેલભરી રહેવાની છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ બીજી એક વખત ફરીથી સત્તામાં આવવાના પ્રયત્નમાં લાગ્યુ છે.
300થી વધારે સીટ પર ચૂંટણી લડવા ઈચ્છે છે કોંગ્રેસ
લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈ કોંગ્રેસ પાર્ટીમાં બેઠકોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. INDIA ગઠબંધનમાં સીટની વહેંચણી પહેલા કોંગ્રેસ નેતૃત્વએ પોતાના અલગ અલગ રાજ્યના નેતાઓની સાથે બેઠક કરી પોતાની સીટ નક્કી કરી લીધી છે, જેમાં ઓછામાં ઓછી 300થી વધારે સીટ પર કોંગ્રેસ પોતે ચૂંટણી લડવા ઈચ્છે છે, બાકી સીટો સહયોગી દળને આપવાના મૂડમાં છે. કોંગ્રેસ 10 રાજ્યમાં પોતાના દમ પર જ્યારે 9 રાજ્યમાં ગઠબંધનમાં લડવાની રણનીતિ બનાવી રહી છે. ગુજરાત, હરિયાણા, અસમ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઓડિશામાં પોતાના દમ પર ચૂંટણી લડવાની રણનીતિ બનાવી છે. ત્યારે કોંગ્રેસે યૂપી, દિલ્હી, બિહાર, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મૂ કાશ્મીર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો પ્લાન છે.
સીટની વહેંચણી મોટો પડકાર
રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં મળેલી હાર બાદ કોંગ્રેસ હવે સીટ વહેંચણીને લઈ વાતચીત કરી રહી છે, જેને લઈને INDIA ગઠબંધનમાં નક્કી થયું છે કે જે રાજ્યમાં જે પણ પાર્ટી મજબૂત છે, તે સીટ વહેંચણીને લીડ કરશે. કોંગ્રેસને સૌથી વધારે મુશ્કેલી ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં થઈ રહી છે. કોંગ્રેસની પંજાબ અને દિલ્હી યૂનિટે સ્પષ્ટ કર્યુ છે કે તે આમ આદમી પાર્ટી સાથે લોકસભા ચૂંટણીમાં કોઈ પ્રકારના ગઠબંધનને ઈચ્છતુ નથી.
14 રાજ્યમાંથી પસાર થશે રાહુલ ગાંધીની યાત્રા
કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં મળેલી હાર બાદ પોતાને સંભાળવા અને 2024માં ફરી સત્તામાં આવવા માટે આકરી મહેનત કરવી પડશે. વડાપ્રધાન મોદીની સામે રાહુલ ગાંધીએ પોતાને નવી રીતે રજૂ કરવાની જરૂર છે, જેના માટે ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024એ નીકળી રહી છે. મણિપુરથી મહારાષ્ટ્ર સુધી બસ અને પગપાળા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે, જે 14 રાજ્યમાંથી પસાર થશે.
6200 કિલોમીટરની થશે યાત્રા
ઈમ્ફાલથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે યાત્રાને લીલીઝંડી આપી રવાના કરશે, ત્યારબાદ તે મણિપુર, નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ 6200 કિલોમીટરની યાત્રા કરશે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી ચૂક્યા છે. જેમાં દક્ષિણમાં રાજકીય સફળતા મળી પણ ઉત્તર ભારતમાં કોઈ ખાસ અસર તેની જોવા મળી નથી.
વડાપ્રધાન મોદી સામે કયો ચહેરો આપશે ટક્કર?
ભાજપે વડાપ્રધાન મોદીના ચહેરાના સહારે 2024ની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી ચૂકી છે, જે પાર્ટીની જીતની ગેરંટી માનવામાં આવે છે. ભાજપે કોંગ્રેસની મફત યોજનાઓ અને જાતિગત વસ્તી ગણતરીના મુદ્દા સામે મોદીની ગેરંટી અને વડાપ્રધાનની ચાર જાતિઓ મહિલાઓ, યુવાનો, ગરીબો અને ખેડૂતોને ઉભા રાખ્યા છે. ભાજપે 2024ની ચૂંટણી માટે મોદીને એકમાત્ર ચહેરો બનાવી દીધો છે અને વિપક્ષને પડકાર આપ્યો છે કે તે પોતાના વડાપ્રધાન ઉમેદવાર જણાવે. વિપક્ષી દળો તરફથી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાખવાનો પ્રસ્તાવ રાખ્યો, જેની પર અરવિંદ કેજરીવાલે પણ પોતાની સહમતિ આપી. જો કે કોંગ્રેસ તેની પર તૈયાર નથી અને ખડગેએ કહ્યું કે ચૂંટણી બાદ વડાપ્રધાન પદ પર વાત થશે. અમારૂ લક્ષ્ય પહેલા ભાજપને હરાવવાનું છે અને ત્યારબાદ આગળની વાત થશે.
