ભારતે રચ્યો ઈતિહાસ ! પ્રથમ વખત ભારતીય બન્યા ICA-એશિયા પેસિફિકના પ્રમુખ, ચંદ્રપાલ યાદવને મળી જવાબદારી

તેની સ્થાપના 1895 માં વિશ્વભરની સહકારી સંસ્થાઓને એક કરવા માટે કરવામાં આવી હતી. હાલમાં, 112 દેશોમાંથી કુલ 318 સહકારી સંસ્થાઓ તેના સભ્યો છે. જેના દ્વારા આ સંસ્થા વિશ્વભરના લગભગ એક અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતે રચ્યો ઈતિહાસ ! પ્રથમ વખત ભારતીય બન્યા ICA-એશિયા પેસિફિકના પ્રમુખ, ચંદ્રપાલ યાદવને મળી જવાબદારી
Dr. Chandrapal Singh Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:03 PM

ભારતે સહકારી ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે. ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA-International Cooperative Alliance) એશિયા પેસિફિકના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. યાદવ હાલમાં કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) ના ચેરમેન છે. સિયોલમાં (દક્ષિણ કોરિયા) મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં તેણે જીત મેળવી હતી. ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીય તેના પ્રમુખ બન્યા છે.

ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવને આ ચૂંટણીમાં 185 વોટ મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી જાપાનના ચિતોસે અરાઈને માત્ર 83 વોટ મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારી રાજનીતિમાં ભારતનો સોથી વધુ મતોથી વિજય એ મોટી વાત છે. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયાની (NCUI) ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય ડૉ. યાદવ આ વખતે મેદાનમાં હતા. ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA) એ વિશ્વ-કક્ષાનું સહકારી સંઘ છે, જે વિશ્વવ્યાપી સહકારી ચળવળનું પ્રતિનિધિત્વ કરે છે.

એક અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તેની સ્થાપના 1895 માં વિશ્વભરની સહકારી સંસ્થાઓને એક કરવા માટે કરવામાં આવી હતી. હાલમાં, 112 દેશોમાંથી કુલ 318 સહકારી સંસ્થાઓ તેના સભ્યો છે. જેના દ્વારા આ સંસ્થા વિશ્વભરના લગભગ એક અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ વિસ્તારોમાં કરે છે કામ એલાયન્સ સભ્યો અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે, જેમાં કૃષિ, બેંકિંગ, ઉપભોક્તા, માછીમારી, આરોગ્ય, આવાસ, વીમો અને કામદારોનો સમાવેશ થાય છે. સહકારી મંડળીઓ એ મૂલ્ય આધારિત વ્યવસાયો છે જે તેમના સભ્યોની માલિકી ધરાવે છે, પછી ભલે તેઓ ગ્રાહકો હોય, કર્મચારીઓ હોય કે રહેવાસીઓ હોય, સભ્યોને વ્યવસાયમાં સમાન અધિકારો અને નફાનો હિસ્સો મળે છે.

મુખ્ય મથક ક્યાં છે ICA માં 20-સદસ્યોનું ગવર્નિંગ બોર્ડ, એક જનરલ એસેમ્બલી, ચાર પ્રદેશો (આફ્રિકા, યુરોપ, એશિયા-પેસિફિક અને અમેરિકા માટે પ્રત્યેક એક), પ્રાદેશિક સંસ્થાઓ અને વિષયોની સમિતિઓનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ એશિયા પેસિફિકની રચના લગભગ 34 દેશોના 100 થી વધુ સભ્યો સાથે કરવામાં આવી હતી. ICA એશિયા પેસિફિકનું મુખ્ય મથક હાલમાં નવી દિલ્હીમાં છે.

ત્રણ દાયકાથી સહકારી આગેવાન ડૉ. યાદવ 30 થી વધુ વર્ષોથી ભારતીય સહકારી ચળવળના પ્રણેતા છે, તેમના ગામમાં પ્રાથમિક સહકારી સંસ્થાઓથી શરૂઆત કરીને અને નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયાના (NCUI) પ્રમુખના પદ સુધી પહોચ્યા. યાદવે પાડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકાને શિક્ષણ અને તાલીમ આપવામાં મદદ કરી છે. મલેશિયા અને અન્ય દેશો સાથે સહકારી શિક્ષણ ક્ષેત્રે પણ સહકાર મજબૂત કર્યા છે.

ક્રિભકો શું કરે છે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) એ ભારતીય સહકારી મંડળી છે જે મુખ્યત્વે યુરિયા ખાતરોનું ઉત્પાદન કરે છે. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ 1980માં કરવામાં આવી હતી. ચંદ્રપાલ સિંહ યાદવ 1996 થી તેના અધ્યક્ષ છે.

આ પણ વાંચો : Earthquake: સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ 4 ડિસેમ્બરથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે, ભારત-પાક બોર્ડર પર BSF જવાનો સાથે વિતાવશે રાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">