Russia-Ukraine War : US રાષ્ટ્રપતિ જો બાઈડે કહ્યું- અમેરિકા યુક્રેન સાથે ઉભું છે, રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે

રશિયા અને યુક્રેન (Russia-Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. જો રશિયા તરફથી સતત હુમલો થઈ રહ્યો છે તો યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે માનવતાવાદી સહાય તરીકે દવાઓ અને અન્ય રાહત સામગ્રીનો પહેલો કન્સાઈનમેન્ટ પોલેન્ડ થઈને યુક્રેન મોકલ્યો છે.

Russia-Ukraine War : US રાષ્ટ્રપતિ જો બાઈડે કહ્યું- અમેરિકા યુક્રેન સાથે ઉભું છે, રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે
Biden's statement praised the courage of the Ukrainian people
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 8:45 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આજે અમેરિકી સંસદ (State of the Union )ને સંબોધન કરતા કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે નહીં. પરંતુ રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમે રશિયાના જૂઠ્ઠાણાને ચલાવી નહીં લઇએ. બાઈડેને કહ્યું કે રશિયાએ યુક્રેનમાં જંગ છેડીને મોટી ભૂલ કરી નાખી છે. ઉલ્લેખનીય છે  કે  બાઈડેનનું આ પહેલું State of the Union address છે. બાઈડેનના સંબોધન વખતે યુક્રેની રાજદૂત પણ ત્યાં હાજર રહ્યા.

બોઇંગે મોસ્કોમાં પરિચાલન બંધ કર્યુ 

બોઇંગે મોસ્કોમાં પરિચાલન સ્થગિત કરી દીધી છે અને તેની કિવ ઓફિસને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

યુક્રેનિયનો હિંમત સાથે લડી રહ્યા છે: બાયડન

સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન કહ્યું કે અમેરિકા યુક્રેનની સાથે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે. યુક્રેનિયનો હિંમતથી લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે તમામ રશિયન ફ્લાઇટ્સ માટે યુએસ એરસ્પેસ બંધ કરવામાં અમારા સહયોગીઓ સાથે જોડાઈશું.

અમેરિકાએ યુક્રેનને એક બિલિયન ડૉલરની આપી સહાય

બિડેને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને એક અબજ ડોલરની સહાય આપવા જઈ રહ્યું છે. બાયડને કહ્યું કે, અમે નાટો દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે યુક્રેનને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.” જો કે, બિડેને સ્પષ્ટ કર્યું કે અમારી સેના યુક્રેન-રશિયન યુદ્ધમાં સામેલ થશે નહીં.

રશિયા માટે યુએસ એરબેઝ બંધ – બાયડન

જો બાયડને કહ્યું, “રશિયાએ વિશ્વના પાયાને હલાવવાનો પ્રયાસ કર્યો છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશો યુક્રેનની સાથે ઉભા છે.” આ દરમિયાન બિડેને જાહેરાત કરી કે અમેરિકા રશિયા માટે તેનું એરબેઝ બંધ કરી રહ્યું છે. “યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથી દેશો સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે,” તેમણે કહ્યું.

અમારી સૈન્ય યુદ્ધમાં ભાગ લેશે નહીં: બાયડન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે અમેરિકાએ રશિયા માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. યુએસ સૈન્ય યુક્રેન નહીં જાય. અમારી સેના યુદ્ધમાં ભાગ લેશે નહીં. અમે નાટો દેશોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. રશિયા પર વધુ અને વધુ પ્રતિબંધો મૂકો.

‘યુક્રેનના એક એક ઇંચનું રક્ષણ કરશું’, પુટિનને ‘તાનાશાહ’- બાયડન

અમેરિકા યુક્રેન સાથે ઊભું છે: બાયડન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનની સાથે છે. અમે યુક્રેનને 1 બિલિયન ડૉલરની સહાય આપીશું. બીજી તરફ રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે.

તબીબી કેન્દ્ર પર રશિયન હુમલો

રશિયન સૈનિકો ખાર્કોવમાં ઉતર્યા છે. તેઓએ ઉત્તરીય ક્ષેત્રમાં મિલિટરી મેડિકલ ક્લિનિકલ સેન્ટર પર હુમલો કર્યો છે. મીડિયા અનુસાર, લડાઈ શરૂ થઈ ગઈ છે.UN માં જો બાયડનનું નિવેદન-યુક્રેનના લોકોની હિંમત કાબિલેદાદ , યુક્રેને રશિયાને આપ્યો જડબાતોડ જવાબ

બાયડને કહ્યું- અમેરિકા યુક્રેન સાથે ઉભું છે, રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે,બાઈડેનનું આ પહેલું State of the Union address છે. બાઈડેનના સંબોધન વખતે યુક્રેની રાજદૂત પણ ત્યાં હાજર રહ્યા.

આ પણ વાંચો :Petrol-Diesel Price Today : ક્રૂડ 104 ડોલરની સપાટીએ પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :Russia-Ukraine War Live: રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું અમેરિકા યુક્રેનની સાથે છે, અમારી સેના યુદ્ધમાં ભાગ નહીં લે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">