ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અમૂલ્ય ક્રિકટર તરીકેની પદવી આપતું ક્રિકેટનું બાઈબલ વિઝડન, કહ્યું આવા ઓલરાઉન્ડર બહું ઓછા થાય છે

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અમૂલ્ય ક્રિકટર તરીકેની પદવી આપતું ક્રિકેટનું બાઈબલ વિઝડન, કહ્યું આવા ઓલરાઉન્ડર બહું ઓછા થાય છે
http://tv9gujarati.in/bhartiy-rikcter-…dvi-aaptu-wisodn/

ક્રિકેટની બાઈબલ ગણવામાં આવતી પત્રિકા વિઝડને ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 21મી સદીના સૌથી અમૂલ્ય ખેલાડી તરીકે જાહેર કર્યો છે. 2012નાં વર્ષમાં ક્રિકેટમાં પદાર્પણ કરવાવાળા રવિન્દ્ર જાડેજાએ સતત ક્રિક્ટરનાં રૂપમાં સફળતા મેળવી છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમે તેમના બેટ, બોલ અને ફિલ્ડીંગમાં આપેલા તેમના યોગદાનને બખુબી જોયું છે. વિઝડન પત્રિકાએ ખેલાડીની ક્ષમતાને આંકવા […]

Pinak Shukla

|

Jul 01, 2020 | 6:32 AM

ક્રિકેટની બાઈબલ ગણવામાં આવતી પત્રિકા વિઝડને ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 21મી સદીના સૌથી અમૂલ્ય ખેલાડી તરીકે જાહેર કર્યો છે. 2012નાં વર્ષમાં ક્રિકેટમાં પદાર્પણ કરવાવાળા રવિન્દ્ર જાડેજાએ સતત ક્રિક્ટરનાં રૂપમાં સફળતા મેળવી છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમે તેમના બેટ, બોલ અને ફિલ્ડીંગમાં આપેલા તેમના યોગદાનને બખુબી જોયું છે. વિઝડન પત્રિકાએ ખેલાડીની ક્ષમતાને આંકવા માટે ક્રિકવીઝ રેટીંગનો ઉપયોગ કર્યો જેમાં જાડેજાની રેટીંગ 973 નિકળી હતી, જે શ્રીલંકા મુથૈયા મુરલીધરન પછીનાં બીજા ક્રમે છે. રવીન્દ્ર જાડેજાની બોલીંગ એવરેજ 24.62 છે કે જે શેન વોર્ન કરતા પણ વધારે છે. જ્યારે કે બેટીંગ એવરેજ 35.26 છે જે શેન વોટસેન કરતા વધારે છે. જાડેજા એ ભારત માટે 49 ટેસ્ટ, 165 વન ડે અને 49 ટી-20 રમી છે. ટેસ્ટમાં 1869 રન સાથે તેણે 213 વિકેટ પણ લીધી છે. તેની બેટીંગ અને બોલીંગની એવરેજ અંતર 10.62 રનનું છે, જે આ સદીમાં કોઈ પણ ખેલાડીનું બીજુ સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન છે કે જેણે એક હજાર કરતા વધારે રન બનાવ્યા અને 150 વિકેટ લીધી છે. જે એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ગણાય છે.

                       ક્રિકવિઝનાં ફ્રેડી વાઈલ્ડે વિઝડનને કહ્યું કે ભારતનાં સ્પિનર રવિન્દ્ર જાડેજાને જોઈને કોઈ પણ હેરાન રહી જાય તેમ છે. તે ભારતનો નંબર વન ખેલાડી છે. તે પોતાની ટેસ્ટ ટીમમાં ઓટોમેટીક પસંદ નથી થઈ જતો, જો કે જ્યારે તે રમે છે ત્યારે તેને ફ્રન્ટલાઈન બોલરનાં રૂપમાં પસંદ કરવામાં આવે છે અને નંબર 6નાં રૂપમાં તે ઉતકૃષ્ઠ બેટીંગ પણ કરી નાખે છે એટલે જ તેમની ભાગીદારી મેચમાં વધારે જોવા મળે છે. રવિન્દ્ર જાડેજા ગયા વર્ષમાં ઓછામાં ઓછી 200 જેટલી વિકેટ લેવા વાળો લેફ્ટ આર્મ બોલર બન્યો હતો. જાડેજાએ પોતાની 44 મેચમાં 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી, અને તે સાથે જ સૌથી ફાસ્ટ 200 મી વિકેટ લેવા વાળો તે ડાબોડી બોલર બની ગયો હતો. સૌથી ઓછી મેચમાં 200 ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય ક્રિકેટરોની લીસ્ટમાં જાડેજા બીજા નંબર પર છે, જ્યારે કે અશ્વિન આ યાદીમાં ટોચનાં ક્રમ પર છે. તેમણે માત્ર 37 ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી.

        જણાવવું રહ્યું કે રવિન્દ્ર જાડેજાની ફિલ્ડીંગના વખાણ આજે દુનિયાભારમાં થતા હોય છે, લોકડાઉન દરમિયાન ઘણા બધા ક્રિકેટરોએ તેને બેસ્ટ ફિલ્ડર માન્યો છે. જાડેજાએ પોતે અનેકવાર ફિલ્ડીંગથી અન્ય ક્રિક્ટરોને અચંબામાં નાખી દીધા છે અને તેના વખાણ કરનારામા જોન્ટી રોડ્સ, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ જેવાનો સમાવેશ થાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati