પર્યટનને પ્રોત્સાહન આપવા ‘ભારત ગૌરવ’ ટ્રેન સેવા શરૂ કરાઇ, 180થી વધુ ટ્રેન ફાળવવામાં આવી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમને સારો પ્રતિસાદ મળ્યો છે. હિતધારકો ટ્રેનમાં ફેરફાર કરશે અને ચલાવશે. તે જ સમયે, રેલવે તેમની જાળવણી, પાર્કિંગ અને અન્ય સુવિધાઓમાં મદદ કરશે.

પર્યટનને પ્રોત્સાહન આપવા 'ભારત ગૌરવ' ટ્રેન સેવા શરૂ કરાઇ, 180થી વધુ ટ્રેન ફાળવવામાં આવી
Railway Minister

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav) મંગળવારે ‘ભારત ગૌરવ’ ટ્રેન સેવા(Train service) વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. તેમણે માહિતી આપી હતી કે ભારત ગૌરવ ટ્રેન સેવા માટે 180 થી વધુ ટ્રેનો ફાળવવામાં આવી છે અને 3033 કોચની ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે આજથી અરજીઓ(Requests) લેવાનું શરૂ કરીશું.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે ‘ભારત ગૌરવ’ ટ્રેન સેવા વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. તેમણે માહિતી આપી હતી કે ભારત ગૌરવ ટ્રેન સેવા માટે 180થી વધુ ટ્રેનો ફાળવવામાં આવી છે.તેમણે જણાવ્યુ હતુ કે આ ટ્રેન સેવા પર્યટનને પ્રોત્સાહન આપવા શરુ કરવામાં આવી છે.

નિયમિત ટ્રેન સેવા નહીં
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ એક સંપૂર્ણપણે નવો સેગમેન્ટ છે. આ નિયમિત ટ્રેન સેવા નથી. ‘ભારત ગૌરવ’ ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે અને તેના ઘણા પાસાઓ છે.

વિવાદ અંગે આપી પ્રતિક્રિયા
અશ્વિની વૈષ્ણવને રામાયણ એક્સપ્રેસમાં સેવા આપતા સ્ટાફના ભગવા રંગના ડ્રેસને લઈને થયેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “અમે આમાંથી એક પાઠ શીખ્યો છે. જ્યારે આપણે સંસ્કૃતિના કોઈપણ મુદ્દા સાથે વ્યવહાર કરીએ છીએ, ત્યારે તેમાં ઘણા સંવેદનશીલ મુદ્દાઓ હોય છે. આપણે આપણી ડિઝાઇનિંગ, ફૂડ, ડ્રેસ અને અન્ય વસ્તુઓની પ્રક્રિયાને સભાનપણે અપનાવવી જોઈએ. આપણે આ પાઠ સાથે આગળ વધવું જોઈએ.

શું હતો વિવાદ?
જ્યારે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી રામાયણ એક્સપ્રેસ હાલમાં જ વિવાદમાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ટ્રેનની અંદર કામ કરી રહેલા વેઈટર ભગવા રંગના કપડામાં જોવા મળ્યા હતા. વધી રહેલા વિવાદને જોતા ભારતીય રેલવેએ ટ્રેન કર્મચારીઓનો ડ્રેસ બદલી નાખ્યો. કહેવામાં આવી રહ્યું છે કે રામાયણ સ્પેશિયલ ટ્રેનમાં હાજર સેવા આપતા કર્મચારીઓના ડ્રેસ પર વાંધો ઉઠાવ્યા બાદ હવે તેમનો ભગવા રંગનો ડ્રેસ હટાવી દેવામાં આવ્યો છે.

સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ સામે આવ્યો હતો, જેમાં ટ્રેનની અંદર કામ કરતા વેઈટર સંતોના પોશાકમાં જોવા મળી રહ્યા હતા. ઉજ્જૈન અખાડા પરિષદે આનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને વિરોધ પણ નોંધાવ્યો હતો. સંતોએ પત્રમાં 12 ડિસેમ્બરથી શરૂ થનારી આગલી ટ્રેનને રોકવાનું કહ્યું હતું.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ‘ભારત ગૌરવ’ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. પર્યટકોને આ નવી ટ્રેન સેવાથી ઘણી સુવિધા મળી રહેશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati