ભારત-ચીનનાં વિવાદ વચ્ચે જનરલ બિપિન રાવતનું નિવેદન,અગર વાતચીત નિષ્ફળ થઈ તો લદ્દાખમાં સૈન્ય કાર્યવાહી પર કરાઈ શકે છે વિચાર

ભારત-ચીન વચ્ચે જારી સીમા વિવાદ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લદ્દાખમાં ચીનનાં અતિક્રમણથી છુટકારા માટે સેનાનાં વિકલ્પો પર પણ વિચાર થઈ રહ્યો છે. સૂત્રો સાથે વાત થયા પ્રમાણે જનરલ રાવતે જણાવ્યું કે અગર વાતચીત નિષ્ફળ થાય છે તો સેનાનાં વિકલ્પ પર વિચાર કરવામાં આવી […]

ભારત-ચીનનાં વિવાદ વચ્ચે જનરલ બિપિન રાવતનું નિવેદન,અગર વાતચીત નિષ્ફળ થઈ તો લદ્દાખમાં સૈન્ય કાર્યવાહી પર કરાઈ શકે છે વિચાર
http://tv9gujarati.in/bharat-chin-na-v…shake-che-vichar/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:07 PM

ભારત-ચીન વચ્ચે જારી સીમા વિવાદ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લદ્દાખમાં ચીનનાં અતિક્રમણથી છુટકારા માટે સેનાનાં વિકલ્પો પર પણ વિચાર થઈ રહ્યો છે. સૂત્રો સાથે વાત થયા પ્રમાણે જનરલ રાવતે જણાવ્યું કે અગર વાતચીત નિષ્ફળ થાય છે તો સેનાનાં વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે રક્ષા પ્રધાન રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જવાબદાર લોકો આ કોશિશ સાથે તમામ પ્રકારનાં વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે કે PLA લદ્દાખમાં પહેલા જેવી સ્થિતિમાં પાછા આવી જાય.

જનરલ રાવતે કહ્યું છે કે સરકાર શાંતીપૂર્ણ રીતે મામલાને સુલટાવવા માગે છે. તેમણે સાથે સંકેત પણ આપ્યો કે પૂર્વ લદ્દાખમાં સેનાની તૈયારીઓ પુરી છે, સાથે જ ઉમેર્યું કે LAC પર અતિક્રમણ અલગ અલગ નજરનાં કારણે થાય છે. રક્ષા સેવાઓનું કામ નજર રાખવી અને એવા અતિક્રમણને ઘુસપેઠમાં ફેરવવા સામે રોકવાનું છે. સરકાર ઈચ્છે છે કે શાંતિપૂર્ણ રીતે મામલાને સુલઝાવી શકાય. અગર LAC પર પૂર્વ સ્થિતિ યથાવત કરવાના પ્રયત્ન સફળ નથી થતા તો સેનાની કાર્યવાહી પણ થઈ શકે છે.

ત્રણ વર્ષ પહેલા જ્યારે ચીને ડોકલામમાં ધોંસ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જનરલ રાવત સેના પ્રમુખ હતા, તેમણે ખાનગી એજન્સીઓ વચ્ચે તાલમેલની ઉણપની વાતને તેમણે બિલકુલ ફગાવી દીધી. તેમમે કહ્યું કે ભારતની આટલી લાંબી સીમા છે કે લગાતાર તેના પર નજર રાખવાની જરૂરત પડે છે. તેમણે કહ્યું કે મલ્ટી એજેન્સી સેન્ટરની રોજ મિટીંગ થઈ રહી છે અને એકબીજાને લદ્દાખ તેમજ અન્ય જગ્યાઓ માટેની જાણકારી આપવામાં આવી રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અનેક તબક્કાની વાતચીત છતાં પૂર્વ લદ્દાખમાં તણાવ ઓછો નથી થઈ રહ્યો. ભારતીય સેનાનું સ્ટેન્ડ ક્લીયર છે કે ચીને એપ્રિલથી પહેલા વાળી સ્થિતિને કરી દેવી જોઈએ. સેનાનં સ્તર પર વાતચીત સિવાય વિદેશ મંત્રાલય અને બંને દેશોનીં વર્કીંગ મેકેનીઝમ ફોર કન્સલટેશન એન્ડ કો-ઓર્ડીનેશને પણ ચર્ચા કરી છે. બંને પક્ષ હંમેશા કાગળ પર તૈયાર થાય છે પણ જ્યારે એક્ટની વાત આવે છે ત્યારે તે પુરૂ નથી થઈ શકતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">