લદ્દાખથી આવી હોળીની શ્રેષ્ઠ તસવીરો: ગલવાન ઘાટીમાં ગુલાલ સાથે જવાનોએ ઉજવ્યો તહેવાર

ગલવાન ઘાટીમાં સૈનિકોએ ગુલાલ લહેરાવ્યો. ગલાવાન ઘાટીમાં પણ હોળીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંની હોળી ઘણી વિશેષ હતી કારણ કે થોડા મહિના પહેલા જ સૈનિકોએ ચીનને પાછળ ધકેલ્યા હતા.

લદ્દાખથી આવી હોળીની શ્રેષ્ઠ તસવીરો: ગલવાન ઘાટીમાં ગુલાલ સાથે જવાનોએ ઉજવ્યો તહેવાર
ગલવાનમાં ગુલાલ
Gautam Prajapati

|

Mar 30, 2021 | 11:05 AM

કોરોના મહામારીના આ મુસીબતના સમયે હોળીનો તહેવાર દેશમાં થોડી ખુશીઓની ક્ષણ લઈને આવ્યો હતો. આ હોળી આખા દેશમાં ખૂબ રંગીન બની હતી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકો અનેક રંગમાં ભીંજાયા હતા. સફેદ બરફની ચાદર ઓઢીને બેસેલા લદ્દાખના પર્વતો પણ રંગ અને ગુલાલથી રંગીન બન્યા હતા. ગલવાન ઘાટીમાં પણ સૈનિકોએ ગુલાલથી ઉમંગ લહેરાવ્યો. ગલાવાન ઘાટીમાં પણ હોળીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંની હોળી પણ ઘણી વિશેષ હતી કારણ કે થોડા મહિના પહેલા જ સૈનિકોએ ચીનને પાછળ ધકેલીને તેના સૈનિકોને ભગાડ્યા હતા.

ગલાવાન ઘાટીમાં આઇટીબીપીના જવાનો 17 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત ગલવાન ઘાટી નજીક હોળી રમ્યા હતા. તેઓએ એકબીજાને રંગ કર્યાં અને મો મીઠું કરાવ્યું. આ સાથે જ તેઓએ નાચીને પણ આ ઉત્સવની ઉજવણી કરી હતી. જવાનો લાંબા સમય સુધી સપના ચૌધરીના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા. આ ઉત્સવ દરમિયાન વિજયનો ઉત્સાહ સૈનિકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે, જેમાં તેમણે ચીનને આંચકો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાકમાં ગયા વર્ષે ઉનાળાથી સૈન્યના જવાનો ચીનના આક્રમણ સામે લડી રહ્યા હતા. 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આમાં ભારતના 20 વીર જવાનો શહીદ થયા, પરંતુ તેઓએ ચીનના દાંત ખાટા કરી દીધા હતા ચાઇનાને પણ આ અથડામણમાં નોંધપાત્ર નુકસાન થયું હતું અને એલએસી પર અવિચારી આક્રમકતા દર્શાવ્યાના મહિનાઓ પછી પીએલએને પીછેહઠ કરવી પડી હતી.

ઉલ્લખનીય છે જે દેશભરમાં નાના મોટા દરેક શહેરો અને ગામોમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોએ સ્નેહીજનો અને પરિવારના લોકો સાર્થે આ તહેવારની ઉજવણી કરી હતી. રંગ અને સ્નેહીજનો સાથે આ ઉત્સવને ખાસ બનાવ્યો હતો. આવી સ્થતિમાં જ્યારે દેશના જવાનો ઘરેથી દુર રહીને તહેવારની ઉજવણી કરતા હોય, ત્યારે આવા દ્રશ્યો જોઇને સૌ કોઈ ભાવુક બની જ જાય. તમે પણ આ વિડીયો અને તસ્વીરો જુઓ.

આ પણ વાંચો: Coronavirus: WHO નો મોટો ખુલાસો, જાણો કેવી રીતે ફેલાયો કોરોના વાયરસ

આ પણ વાંચો: મહારાષ્ટ્રની મહા અઘાડી સરકારમાં લોકડાઉન બાબતે તકરાર? ઉદ્ધવની તૈયારીઓ તો NCP અસહમત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati