Bengal Bomb Panic : ગણતંત્ર દિવસ પહેલા કટિહાર એક્સપ્રેસમાં શંકાસ્પદ બેગ મળી, બોમ્બના ડરથી ફેલાયો આતંક

ગણતંત્ર દિવસ પહેલા, રવિવારે સવારે સિલીગુડી જંક્શન પર કટિહાર-લામડિંગ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની D-3 બોગીમાં શંકાસ્પદ લાલ રંગની બેગને લઈને બોમ્બની ગભરાટ સર્જાઈ

Bengal Bomb Panic : ગણતંત્ર દિવસ પહેલા કટિહાર એક્સપ્રેસમાં શંકાસ્પદ બેગ મળી, બોમ્બના ડરથી ફેલાયો આતંક
Suspicious bag found ahead of republic day from Katihar express
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:37 PM

થોડા દિવસો પહેલા ઉત્તર બંગાળમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ઉત્તર બંગાળના મૈનાગુરી પાસે પાટા પરથી ઉતરી ગઇ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની યાદો હજુ ભૂંસાઈ નથી ત્યાં પ્રજાસત્તાક દિવસ પૂર્વે રવિવારે સવારે સિલીગુડી જંક્શન ખાતે કટિહાર-લામડિંગ ઈન્ટરસિટી (Katihar Intercity Express) એક્સપ્રેસ ટ્રેનની D-3 બોગીમાં લાલ કલરની શંકાસ્પદ બેગને લઈને બોમ્બનો ખળભળાટ મચી ગયો છે.

જાણકારી મળી છે કે ટ્રેન આસામના લામડિંગથી કટિહાર જઈ રહી હતી. લામડિંગથી નીકળ્યા બાદ ડી-3 બોગીમાં સીટ નીચે શંકાસ્પદ બેગ નજરે પડી હતી. જે બાદ આરપીએફને જાણ કરવામાં આવી હતી.

તે બોગીમાં લોકોને પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ બેગનો માલિક સામે ન આવ્યો. સૂત્રોનું માનીએ તો તપાસમાં તે બેગમાં વિસ્ફોટક જેવી સામગ્રી હોવાની આશંકા છે. જે પછી કટિહાર-લામડિંગ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડી જંક્શનના પ્લેટફોર્મ નંબર 1 પર રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને તે બોગીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઘટનાની માહિતી મળતા જ જંકશન જીઆરપી, આરપીએફ અને પ્રધાનનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. રેલવે દ્વારા સ્ટેશન પરિસર ખાલી કરવામાં આવ્યુ. CITની બસ સ્કવોડની ટીમ શંકાસ્પદ બેગની તપાસ કરી રહી છે. લાલ રંગની શંકાસ્પદ બેગ બોગીમાં જ રેતીની થેલીઓથી ઘેરાયેલી હતી. જો રેલ્વે સૂત્રોનું માનીએ તો તે બોગીને બીજા એન્જીનથી ખેંચીને ગુલમાના જંગલોમાં લઈ જવામાં આવશે. જ્યાં તેને નિષ્ક્રિય કરવાની કામગીરી કરવામાં આવશે.

બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી. તેમને કહેવામાં આવ્યું છે કે ટ્રેનને પહેલા ખાલી જગ્યા પર લઈ જવામાં આવશે અને પછી તપાસ કરવામાં આવશે કે લાલ બેગમાં રાખવામાં આવેલી આ વસ્તુ કઈ છે. ટ્રેન હજુ પણ સિલીગુડી સ્ટેશન પર ઊભી છે. સ્ટેશન પરિસર ખીચોખીચ ભરેલું હોવાથી જો ત્યાં બોમ્બ હોય તો તેમાં વિસ્ફોટ થાય અને અનેક લોકોના મોત થાય તેવી શક્યતા છે. જેથી બોમ્બ સ્કવોડ ટ્રેનને ખાલી જગ્યા પર લઈ જશે અને તેનું પરીક્ષણ કરવામાં આવશે.

આ પણ વાંચો –

Covid-19: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

આ પણ વાંચો –

Exclusive : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું- આ એ જ સપા છે, જેનાથી સૌ ખફા છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">