ભિખારીએ આપ્યું પ્રેમનું આવું ઉદાહરણ, પત્ની માટે 90,000 રૂપિયાની ભેટ ખરીદી

ભિખારીએ આપ્યું પ્રેમનું આવું ઉદાહરણ, પત્ની માટે 90,000 રૂપિયાની ભેટ ખરીદી
Beggar

ભીખ માંગતી વ્યક્તિએ પ્રેમનું એવું ઉદાહરણ આપ્યું છે કે તે હેડલાઇન્સમાં છવાયેલો છે. ચાર વર્ષ સુધી પૈસા જમા કરી આ ભિખારીએ તેની પત્ની માટે 90,000 રૂપિયાની કિંમતનું મોપેડ ખરીદ્યું અને તેને ભેટમાં આપ્યું.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 24, 2022 | 11:44 PM

ભીખ માંગતી વ્યક્તિ માટે રોજીરોટી કમાવવાનું કેટલું મુશ્કેલ બન્યું હશે. આવી સ્થિતિમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા સંતોષે તેની પત્ની માટે હૃદય સ્પર્શી કામ કર્યું છે. સંતોષ સાહુએ તેની પત્નીને મોપેડ ખરીદ્યું છે. આ બંનેની લવસ્ટોરી હવે ચર્ચાનો વિષય છે. વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છિંદવાડા જિલ્લાના સંતોષ સાહુ ભલે વિકલાંગ હોય અને ભીખ (Beggar) માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. સંતોષ સાહુ બંને પગથી વિકલાંગ છે અને ગુજરાન ચલાવવા માટે તે ટ્રાઈસિકલ પર ફરીને ભીખ માંગે છે, સંતોષની પત્ની મુન્ની પણ તેને મદદ કરે છે.

સંતોષ પોતે ટ્રાઈસિકલ પર બેસે છે અને પત્ની મુન્ની તેને ધક્કો મારે છે. ઘણી વખત એવી સ્થિતિ બને કે રસ્તા પર ઢાળ હોય તો મુન્ની માટે ટ્રાઈસિકલ ખસેડવી મુશ્કેલ બની જાય. પત્નીની પરેશાનીઓ જોઈને સંતોષ તકલીફ અનુભવ અનુભવ તો પણ કરે શું! સંતોષ જણાવ્યું કે, એક દિવસ મુન્નીએ તેને ટ્રાઈસાઈકલને બદલે મોપેડ ખરીદવા કહ્યું. સંતોષને એ પણ ગમતું ન હતું કે તેની પત્ની ટ્રાઈસિકલમાં ધક્કો મારે અને પરેશાન થઈ જાય.

4 વર્ષ ભીખ માંગી રૂપિયા જમા કર્યા

જ્યારે ભિખારી સંતોષને ટ્રાઈસિકલને બદલે મોપેડ ખરીદવાનો વિચાર આવ્યો, ત્યારે તેણે તેના માટે પ્રયાસો પણ શરૂ કર્યા. સંતોષ અને મુન્ની ભીખ માંગીને રોજના ત્રણથી ચારસો રૂપિયા મેળવતા અને બંને સમયનું ખાવાનું પણ મેળવી લેતા. આ પરિસ્થિતિઓમાં જ તેણે કેટલાક પૈસા બચાવવા અને મોપેડ ખરીદવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તેઓ પૈસા ભેગા કરવા લાગ્યા.જ્યારે ભિખારી સંતોષને ટ્રાઇસિકલને બદલે મોપેડ ખરીદવાનો વિચાર આવ્યો, ત્યારે તેણે તેના માટે પ્રયાસો પણ શરૂ કર્યા. સંતોષ અને મુન્ની ભીખ માંગીને રોજના ત્રણથી ચારસો રૂપિયા મેળવતા અને બંને સમયનું ખાવાનું પણ મેળવી લેતા. આ પરિસ્થિતિઓમાં જ તેણે કેટલાક પૈસા બચાવવા અને મોપેડ ખરીદવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તેઓ પૈસા ભેગા કરવા લાગ્યા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati