
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ (SBI) એ લાખો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર વધતી જતી નિર્ભરતા વચ્ચે SBI એ તેની લોકપ્રિય ‘mCASH’ સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બેંકે જણાવ્યું છે કે, 30 નવેમ્બર 2025 પછી mCASH મોકલવાની અને ક્લેમ કરવાની સુવિધા OnlineSBI અને YONO Lite પર ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ છે કે, જો તમે આ ફીચરનો ઉપયોગ કરતા હતા, તો આવતા દિવસોમાં તમે તમારા બેંકિંગ કામગીરીમાં ફેરફાર જોઈ શકો છો.
mCASH એ એક એવી સુવિધા હતી, જેના માધ્યમથી SBI ગ્રાહકો કોઈ પણ લાભાર્થીને રજીસ્ટર કર્યા વિના માત્ર મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID નો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિને પૈસા મોકલી શકતા હતા. વધુમાં પ્રાપ્તકર્તા (Recipient) ને એક સુરક્ષિત લિંક અને 8 અંકનો પાસકોડ મળે છે, જેના દ્વારા તેઓ પોતાના પૈસા કોઈપણ બેંક એકાઉન્ટમાં ક્લેઇમ કરી શકે છે.
SBI એ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, 30 નવેમ્બર, 2025 પછી આ સુવિધા બંધ કરવામાં આવશે અને ગ્રાહકોએ UPI, IMPS, NEFT અને RTGS જેવા એડવાન્સ પેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરવો જોઈએ. બેંકનો ઉદ્દેશ્ય ડિજિટલ વ્યવહારને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવાનો છે. આ સિવાય ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, mCASH સિસ્ટમ જૂના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કાર્ય કરતી હતી.
mCASH બંધ થયા પછી SBI એ ગ્રાહકોને BHIM SBI Pay (UPI App), IMPS અને બીજા ડિજિટલ મોડ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. UPI નો ઉપયોગ કરીને પૈસા મોકલવા માટે નીચેના પગલાં અનુસરો:
નોંધનીય છે કે, જે લોકો mCASH નો ઉપયોગ કરીને લાભાર્થી ઉમેર્યા વિના પૈસા મોકલતા હતા, તેમને હવે UPI અથવા IMPS જેવા વિકલ્પ પર સ્વિચ કરવું પડશે. આમ જોવા જઈએ તો, નવા વિકલ્પ વધુ સુરક્ષિત અને ઝડપી છે પરંતુ mCASHની સુવિધાનું બંધ થવું કેટલાક લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે.